કર્ણાટક સરકારે SC-ST માટે અનામત કોટામાં કર્યો વધારો,વાંચી શું છે ગણિત

કર્ણાટકનાં કાયદા મંત્રી જેસી મધુસ્વામીએ કહ્યું કે આંતરિક અનામતનાં સંબંધમાં કાયદા મંત્રીની અધ્યક્ષતામાં એક ઉપસમિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે.

New Update
કર્ણાટક સરકારે SC-ST માટે અનામત કોટામાં કર્યો વધારો,વાંચી શું છે ગણિત
Advertisment

કર્ણાટક કેબિનેટે જસ્ટીસ નાગમોહન દાસ સમિતિનાં રીપોર્ટની ભલામણો અનુસાર રાજ્યમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિઓ માટે અનામતને વધારવાને લઈને મંજૂરી આપી દીધી છે. કર્ણાટકમાં અનુસુચિત જાતિ માટેના અનામતને તરત જ 15થી વધારીને 17 ટકા અને અનુસુચિત જનજાતિનાં અનામતને 3 ટકાથી વધારીને 7 ટકા કરવાનો સરકારનો આદેશ જાહરે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisment

કર્ણાટકનાં કાયદા મંત્રી જેસી મધુસ્વામીએ કહ્યું કે આંતરિક અનામતનાં સંબંધમાં કાયદા મંત્રીની અધ્યક્ષતામાં એક ઉપસમિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે. અનામત વધારવાના સંબંધમાં સરકારનો આદેશ એક - બે દિવસમાં અવી જશે. આ નિર્ણયથી શિક્ષા અને ભરતીમાં મદદ મળશે અને અનુસુચિત જાતિ તથા જનજાતિ વધારે સશક્ત બનશે. અનુસુચિત જાતિની હેઠળ ૧૦૩ અને અનુસુચિત જનજાતિ હેઠળ ૫૬ અથવા ૫૭ જાતિઓ છે. જણાવવામાં આવ્યું કે આ સમુદાયોની ઉપેક્ષા ન કરી શકાય. રાષ્ટ્રીય બસવ પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત 'સર્વધર્મ સંસ્થાન 2022'નું ઉદ્ઘાટન કર્યાં બાદ સીએમએ કહ્યું કે જ્યારે બદલાવ લાવવા માટે સમાન અવસર આપવામાં આવે, તો તેઓ પોતાની તાકાત અને ક્ષમતા અનુસાર સામે આવશે. એક સ્વસ્થ સમાજનું નિર્માણ સંભવ નથી જો તેમને અવસરોથી વંચિત રાખવામાં આવશે અને તેઓ પીડિત રહેશે તથા પેઢીઓ સુધી સમસ્યાઓનો સામનો કરતા રહેશે.

Latest Stories