Connect Gujarat
દેશ

કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્ર સિંહ કાલવીનું હાર્ટ એટેકથી થયું નિધન

કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્ર સિંહ કાલવીનું હાર્ટ એટેકથી થયું નિધન
X

કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્ર સિંહ કાલવીનું સોમવારે મોડી રાત્રે હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. જયપુર સ્થિત એસએમએસ હોસ્પિટલના ડોકટરોએ લગભગ 2 વાગ્યે તેની પુષ્ટિ કરી. તેમના મૃતદેહને અંતિમ દર્શન માટે રાજપૂત સભા ભવન જયપુરમાં રાખવામાં આવશે. મળતી માહિતી મુજબ, લોકેન્દ્ર સિંહ કાલવીના અંતિમ સંસ્કાર આજે લગભગ 2.30 વાગ્યે નાગૌર જિલ્લામાં સ્થિત તેમના પૈતૃક ગામ કાલવી ગામમાં કરવામાં આવશે.

કાલવી બ્રેઈન સ્ટ્રોકને કારણે જૂન 2022થી હોસ્પિટલમાં દાખલ હતા અને તેની સારવાર ચાલી રહી હતી. પરંતુ સોમવારે મોડી રાત્રે હૃદયરોગના હુમલાને કારણે તેમનું નિધન થયું હતું. છેલ્લા દોઢ દાયકાથી, કાલવી તેમના સમાજના પ્રશ્નો વિશે ખૂબ જ અવાજ ઉઠાવતા હતા.

તેમના ઉશ્કેરણીજનક ભાષણો દરરોજ હેડલાઇન્સમાં રહેતા હતા. તેઓ કરણી સેનાના સ્થાપક પણ હતા. લગભગ સાડા 18 વર્ષ પહેલા તેમણે કરણી સેનાની રચનાનો પાયો નાખ્યો હતો. બોલિવૂડ ફિલ્મ પદ્માવતનો વિરોધ કરતી વખતે તેણે સૌથી વધુ હેડલાઈન્સ બનાવી હતી. તેણે ફિલ્મના ડિરેક્ટર સંજય લીલા ભણસાલી અને અભિનેત્રી દીપિકા પાદુકોણને ધમકી આપી હતી.

Next Story