કેદારનાથના કપાટ શુભમુર્હુતમાં ખુલ્યા, ભક્તોના અનેરા ઉત્સાહ વચ્ચે ચારધામ યાત્રાનો પ્રારંભ

ઉત્તરાખંડની ચારધામ યાત્રાનો આજથી પ્રારંભ થયો છે.શાસ્ત્રોકતવિધિ અનુસાર કેદારનાથના કપાટ ખોલવામાં આવ્યા હતા.

New Update
કેદારનાથના કપાટ શુભમુર્હુતમાં ખુલ્યા, ભક્તોના અનેરા ઉત્સાહ વચ્ચે ચારધામ યાત્રાનો પ્રારંભ

ઉત્તરાખંડની ચારધામ યાત્રાનો આજથી પ્રારંભ થયો છે.શાસ્ત્રોકતવિધિ અનુસાર કેદારનાથના કપાટ ખોલવામાં આવ્યા હતા . શૂન્ય ડીગ્રી તાપમાન વચ્ચે સેંકડો ભક્તોએ બાબા કેદારનાથના દર્શન કર્યા હતા

ઉત્તરાખંડની ચારધામ યાત્રા આજથી શરૂ થઈ ગઈ છે. કેદારનાથના દરવાજા સવારે 6:55 વાગ્યે ખોલવામાં આવ્યા હતા. હજારો શ્રદ્ધાળુઓની સાથે સીએમ પુષ્કર સિંહ ધામી પણ તેમની પત્ની સાથે દર્શન માટે પહોંચ્યા હતા.કેદારનાથમાં પહેલા જ દિવસે ભારે ભીડને કારણે અરાજકતા જોવા મળી હતી. એકસાથે યાત્રાળુઓ આવવાના કારણે વહીવટીતંત્રને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.આ સ્થળોએ દિવસનું તાપમાન 0 થી 3 ડિગ્રી નોંધાઈ રહ્યું છે. આ સાથે જ રાત્રે તાપમાનનો પારો માઈનસ પર પહોંચી રહ્યો છે. આમ છતાં લગભગ 10 હજાર શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામ પહેલાં 16 કિમી દૂર ગૌરીકુંડ પહોંચી ગયા હતા. ચારધામ યાત્રા માટે અત્યાર સુધીમાં 22.15 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ગયા વર્ષે રેકોર્ડ 55 લાખ લોકોએ મુલાકાત લીધી હતી.

Latest Stories