Connect Gujarat
દેશ

કેજરીવાલે ઈન્ડીયા ગઠબંધનને ફરી આપ્યો ઝટકો, પંજાબમાં લોકસભાની 14 બેઠકો પર ઉમેદવારોનું એલાન

કેજરીવાલે ઈન્ડીયા ગઠબંધનને ફરી આપ્યો ઝટકો, પંજાબમાં લોકસભાની 14 બેઠકો પર ઉમેદવારોનું એલાન
X

વિપક્ષી દળ INDIAને વધુ એક મોટો ઝટકો આપતા આમ આદમી પાર્ટી (આપ)એ શનિવારે કહ્યું કે તે એકલે હાથે પંજાબમાં લોકસભાની તમામ બેઠકો લડશે. ટૂંક સમયમાં પંજાબની તમામ 13 અને ચંદીગઢની 1 લોકસભા બેઠકો માટે ઉમેદવારોની પસંદગી કરશે.

10-15 દિવસમાં" નામો જાહેર કરવામાં આવશે. એક રેલીમાં બોલતા કેજરીવાલે કહ્યું, "લોકસભાની ચૂંટણી માટે, પંજાબમાં 13 બેઠકો છે અને ચંદીગઢની એક - કુલ 14 બેઠકો છે. આગામી 10-15 દિવસમાં આપ આ તમામ 14 બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કરશે. તમારે (સમર્થકોએ) 'આપ'ને આ તમામ 14 બેઠકો પર બહુમતી સાથે સ્વીપ કરાવવી પડશે. પંજાબના મુખ્ય પ્રધાન અને આપના નેતા ભગવંત માન દ્વારા રાજ્યમાં કોંગ્રેસ સાથે જોડાણને નકારી કાઢ્યાના અઠવાડિયા પછી આ જાહેરાત કરવામાં આવી છે.

કોંગ્રેસની આગેવાનીમાં રચાયેલા ઈન્ડીયા ગઠબંધનમાં 28 પાર્ટીઓ હતી પરંતુ તેમાંથી ચાર મોટી પાર્ટીઓ બહાર નીકળી ગઈ છે જેમાં મમતાની ટીએમસી, કેજરીવાલની આપ, નીતિશ કુમારની જેડીયુ અને જયંત ચોધરીની આરએલડી સામેલ છે. આપનો આ નિર્ણય તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીના આવા જ પગલાની રાહ પર આવ્યો છે, જેમણે લોકસભાની ચૂંટણીમાં એકલા હાથે લડવાના પક્ષના નિર્ણયની જાહેરાત કરી હતી.

Next Story