કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આસામમાં રાહુલ ગાંધીની સુરક્ષાને લઈને ગૃહમંત્રી અમિત શાહને બે પાનાંનો પત્ર લખ્યો છે. પત્રમાં 18 જાન્યુઆરીએ ભારત જોડો ન્યાયયાત્રા આસામમાં પ્રવેશ્યા પછી 22 જાન્યુઆરી સુધી રાહુલની સુરક્ષામાં ખામીની પાંચ ઘટનાઓનો ઉલ્લેખ છે.
મલ્લિકાર્જુન ખડગેએ અમિત શાહને લખેલ પત્ર:-
ખડગેએ ગૃહમંત્રીને કહ્યું- આસામના મુખ્યમંત્રી અને ત્યાંના ડીજીપીને સૂચના આપો જેથી કોઈ અઘટિત ઘટના ન બને. ખડગેનું કહેવું છે કે યાત્રાના વિરોધમાં ભાજપના સમર્થકો રાહુલના કાફલાની ખૂબ નજીક આવી રહ્યા છે. આવી સ્થિતિમાં રાહુલને પણ પોતાની સુરક્ષાની અવગણના કરીને બહાર આવવાની ફરજ પડી છે. રાહુલને Z+ સિક્યોરિટી મળવી જોઈએ.રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા બુધવારે તેના 11મા દિવસે આસામના બારપેટાથી શરૂ થઈ હતી. અહીં રાહુલે કારની છત પર બેસીને ભીડને સંબોધિત કરી હતી. રાહુલે ફરી એકવાર આસામના મુખ્યમંત્રીને દેશના સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી ગણાવ્યા.