રાહુલની સુરક્ષાને લઈને ખડગેનો અમિત શાહને પત્ર, કહ્યું રાહુલ ગાંધીને Z+ સિક્યોરિટી મળવી જોઈએ

ખડગેનું કહેવું છે કે યાત્રાના વિરોધમાં ભાજપના સમર્થકો રાહુલના કાફલાની ખૂબ નજીક આવી રહ્યા છે.

રાહુલની સુરક્ષાને લઈને ખડગેનો અમિત શાહને પત્ર, કહ્યું રાહુલ ગાંધીને Z+ સિક્યોરિટી મળવી જોઈએ
New Update

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આસામમાં રાહુલ ગાંધીની સુરક્ષાને લઈને ગૃહમંત્રી અમિત શાહને બે પાનાંનો પત્ર લખ્યો છે. પત્રમાં 18 જાન્યુઆરીએ ભારત જોડો ન્યાયયાત્રા આસામમાં પ્રવેશ્યા પછી 22 જાન્યુઆરી સુધી રાહુલની સુરક્ષામાં ખામીની પાંચ ઘટનાઓનો ઉલ્લેખ છે.

મલ્લિકાર્જુન ખડગેએ અમિત શાહને લખેલ પત્ર:-

ખડગેએ ગૃહમંત્રીને કહ્યું- આસામના મુખ્યમંત્રી અને ત્યાંના ડીજીપીને સૂચના આપો જેથી કોઈ અઘટિત ઘટના ન બને. ખડગેનું કહેવું છે કે યાત્રાના વિરોધમાં ભાજપના સમર્થકો રાહુલના કાફલાની ખૂબ નજીક આવી રહ્યા છે. આવી સ્થિતિમાં રાહુલને પણ પોતાની સુરક્ષાની અવગણના કરીને બહાર આવવાની ફરજ પડી છે. રાહુલને Z+ સિક્યોરિટી મળવી જોઈએ.રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા બુધવારે તેના 11મા દિવસે આસામના બારપેટાથી શરૂ થઈ હતી. અહીં રાહુલે કારની છત પર બેસીને ભીડને સંબોધિત કરી હતી. રાહુલે ફરી એકવાર આસામના મુખ્યમંત્રીને દેશના સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી ગણાવ્યા.

#GujaratConnect #Amit Shah #Rahul Gandhi #Mallikarjun Kharge #Bharat Jodo Yatra #Z+ security #Rahul Gandhi Security #Rahul Gadhi Bharat Jhodo Yatra
Here are a few more articles:
Read the Next Article