ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે કુંભમેળો યોજાશે, 44 ઘાટો પર ફૂલ વરસાવવામાં આવશે

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે કુંભમેળો 2025 યોજાશે. આગામી 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા મહાકુંભમાં કરોડો હિંદુઓ આસ્થાની ડૂબકી લગાવશે.

New Update
a

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે કુંભમેળો 2025 યોજાશે. આગામી 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા મહાકુંભમાં કરોડો હિંદુઓ આસ્થાની ડૂબકી લગાવશે.

કુંભમેળામાં આવનાર ભક્તો માટે યોગી સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા અને તૈયારીઓ અંગે યુપી સરકારના મંત્રીઓએ અમદાવાદમાં પત્રકાર પરિષદ યોજી હતી. પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમના પવિત્ર કિનારે માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે મહાકુંભની ઉજવણી થશે. દાવો છે કે 12 વર્ષના અંતરાલ પછી ફરી એકવાર પ્રયાગની પવિત્ર ભૂમિ પર મહાકુંભ યોજાશે.પ્રયાગરાજ મહાકુંભ-2025માં કરોડોની સંખ્યામાં યાત્રાળુઓ, સંતો, સાધુઓ અને પ્રવાસીઓ આવે તેવો દાવો છે. કુંભ મેળામાં ભક્તો માટે સ્નાન વ્યવસ્થા માટે 35 ઘાટો અને 9 નવા ઘાટો બનાવવામાં આવ્યા છે. 12 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલાં તમામ 44 ઘાટો પર ફૂલ વરસાવવામાં આવશે. મુંબઇના મરીન ડ્રાઈવના આકારમાં ગંગા નદીના કિનારે 15.25 કિલોમીટર વિસ્તાર પર નદી કિનારાનો વિકાસ કરવામાં આવ્યો છે. જે સંગમથી નાગવસુકી મંદિર, સુર્દાસથી છટનગ અને કર્સન બ્રિજથી મહાવીર પુરી સુધી વિસ્તાર છે.

Latest Stories