/connect-gujarat/media/post_banners/581feefce189f976f6e78f59612108c5ebab7371f109ddb24e8873e1cd941d9f.webp)
દિલ્હીમાં આવેલા ભૂકંપની છેક યુપી સુધી અસર પડી હતી. ભૂકંપને પગલે લખનઉમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. લખનઉમાં વઝીર હસનગંજ રોડ પર એક રહેણાંક મકાન ધરાશાયી થયું હતું. આ અકસ્માતમાં 24થી વધુ લોકો ફસાયા હતા જેમાંથી અત્યાર સુધી 3થી વધુ લોકોની લાશ બહાર કાઢવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે...
આ સાથે જ એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમોએ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. ભૂકંપના કારણે આ બિલ્ડિંગ ધરાશાયી થવાની આશંકા છે. આ ઘટના લખનઉના હઝરતગંજ વિસ્તારમાં વઝીર હસન રોડ પર બની હતી અને આ બિલ્ડિંગ જૂની હોવાનું કહેવાય છે...