Connect Gujarat
દેશ

મહારાષ્ટ્ર : ટ્રકની બ્રેક ફેઇલ થતાં પહેલા કારને ટક્કર મારી, પછી હોટલમાં બેઠેલા લોકોને કચડી નાખ્યા, 10ના મોત, 28 ઘાયલ

હોટલમાં બેઠેલા અનેક લોકોને ટ્રકે કચડી નાખ્યા. અકસ્માત બાદ રોડની બાજુમાં મૃતકો અને ઘાયલોની કતાર લાગી ગઈ હતી.

મહારાષ્ટ્ર : ટ્રકની બ્રેક ફેઇલ થતાં પહેલા કારને ટક્કર મારી, પછી હોટલમાં બેઠેલા લોકોને કચડી નાખ્યા, 10ના મોત, 28 ઘાયલ
X

મહારાષ્ટ્રના ધુલેમાં મંગળવારે એક મોટો અકસ્માત થયો હતો. બ્રેક ફેઈલ થવાને કારણે મુંબઈ-આગ્રા હાઈવે પર એક ટ્રક એક હોટલમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં 10 લોકોનાં મોત થયાં છે. જ્યારે 28 લોકો ઘાયલ થયા છે. મુંબઈ-આગ્રા હાઈવે પર શિરપુર તાલુકાના પલાસનેર ગામમાં બપોરે 12 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. મૃત્યુઆંક હજુ વધવાની શક્યતા છે.

અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે, તેમાં ટ્રક ઝડપથી આવતી દેખાઈ રહી છે. પહેલાં તેણે સફેદ રંગની કારને ટક્કર મારી. અથડામણ પછી ટ્રક રસ્તાની બાજુની હોટલમાં પલટી ખાઈ ગઈ. ઘટના સમયે હોટલમાં ભીડ હતી જેથી જાનમાલને ઘણું નુકશાન થયું છે. હોટલમાં બેઠેલા અનેક લોકોને ટ્રકે કચડી નાખ્યા. અકસ્માત બાદ રોડની બાજુમાં મૃતકો અને ઘાયલોની કતાર લાગી ગઈ હતી.


ઘણા લોકોના શરીરના ભાગ અલગ પડેલા હતા. ઇજાગ્રસ્તો કલાકો સુધી રસ્તા પર પીડાતા જોવા મળ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ઘટના દરમિયાન કન્ટેનરની સ્પીડ લગભગ 60-80 કિમી પ્રતિ કલાકની હશે. કન્ટેનર પર બેલાસ્ટ લોડ કરવામાં આવ્યું હતું. લોકોએ આ ઘટના અંગે પોલીસને જાણ કરી, ત્યારબાદ ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા અને ક્રેનની મદદથી કન્ટેનરને હટાવી લેવામાં આવ્યું. આ દુર્ઘટનામાં હોટેલ સંપૂર્ણપણે નાશ પામી હતી.

Next Story