મહારાષ્ટ્ર : ભૂષણ એવોર્ડ સમારોહમાં હીટસ્ટ્રોકથી 11ના મોત, 24 લોકોની સારવાર ચાલુ આકરા તડકાને કારણે અનેક લોકો બીમાર પડ્યા

મહારાષ્ટ્રના નવી મુંબઈમાં રવિવારે મહારાષ્ટ્ર ભૂષણ કાર્યક્રમમાં હીટસ્ટ્રોકના કારણે 11 લોકોના મોત થયા હતા અને 24 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

મહારાષ્ટ્ર : ભૂષણ એવોર્ડ સમારોહમાં હીટસ્ટ્રોકથી 11ના મોત, 24 લોકોની સારવાર ચાલુ આકરા તડકાને કારણે અનેક લોકો બીમાર પડ્યા
New Update

મહારાષ્ટ્રના નવી મુંબઈમાં રવિવારે મહારાષ્ટ્ર ભૂષણ કાર્યક્રમમાં હીટસ્ટ્રોકના કારણે 11 લોકોના મોત થયા હતા અને 24 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મૃત્યુ પામેલાઓમાં 8 મહિલાઓ છે, જેમાંથી મોટા ભાગની વૃદ્ધ છે. આ કાર્યક્રમ નવી મુંબઈના ખારઘરના વિશાળ મેદાનમાં સવારે 11.30 થી 1 વાગ્યા સુધી ચાલ્યો હતો. આ દરમિયાન દિવસનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહ્યું હતું. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહે સામાજિક કાર્યકર દત્તાત્રેય નારાયણને એવોર્ડ આપ્યો હતો. આ કાર્યક્રમમાં તેમના લાખો ચાહકોએ હાજરી આપી હતી. તમામ લોકો કાર્યક્રમ નિહાળી શકે અને સાંભળી શકે તે માટે ગ્રાઉન્ડમાં ઓડિયો અને વિડિયોની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ લોકોના બેસવા માટે જે વ્યવસ્થા કરવામાં આવી હતી, ત્યાં ઉપર શેડ લગાવવામાં આવ્યો ન હતો. આ કાર્યક્રમમાં ગરમીના લીધે અનેક લોકોની તબિયત લથડી હતી.

#India #Connect Gujarat #BeyondJustNews #Maharashtra #heatstroke #24 people #11 dead #Bhushan award ceremony #undergoing treatment
Here are a few more articles:
Read the Next Article