મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે, કેન્દ્રીય ચૂંટણી પંચે આજે બન્ને રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે.
કેન્દ્રીય ચૂંટણી પંચે આજે બપોરે પ્રેસ કૉન્ફરન્સ કરીને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટેની તારીખોની જાહેરાત કરી દીધી છે. આ વખતે મહારાષ્ટ્રમાં એક જ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે, આગામી મહિને 20મી નવેમ્બરે મતદાન યોજાશે અને 23મી નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે.
મુખ્ય ચૂંટણી પંચે પ્રેસ કૉન્ફરન્સમાં તાજેતરમાં યોજાયેલી જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ઊંચા મતદાન માટે મતદારોને અભિનંદન પાઠવ્યા હતા. તેમને કહ્યું કે જમ્મુ-કાશ્મીરના જનાદેશે નવી આશાનો સંચાર કર્યો છે. જમ્મુ-કાશ્મીરમાં પુનઃમતદાનની જરૂર ના પડી, મતદારોએ લોકતંત્રને વધુ મજબૂત બનાવ્યું છે. જમ્મુ-કાશ્મીરની જનતાએ નાપાક ઈરાદાઓ નિષ્ફળ બનાવ્યા છે.