/connect-gujarat/media/media_files/2025/08/17/cp-radhakrishnan-2025-08-17-20-36-04.png)
ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીને લઈ મોટા સમાચાર આવી છે મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ પદ માટે એનડીએના ઉમેદવાર હશે. રવિવારે યોજાયેલી ભાજપ સંસદીય પક્ષની બેઠકમાં તેમના નામ પર સંમતિ દર્શાવાઈ હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પત્રકાર પરિષદમાં રાધાકૃષ્ણનના નામની જાહેરાત કરી હતી.
બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપ પ્રમુખ જેપી નડ્ડા અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિત ઘણા નેતાઓ હાજર રહ્યા હતા. રાધાકૃષ્ણન 21 ઓગસ્ટે પોતાની ઉમેદવારી નોંધાવશે આ દરમિયાન એનડીએ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે.