Connect Gujarat
દેશ

મહારાષ્ટ્ર : શંકાસ્પદ આતંકવાદીઓને ફંડિંગ કરવાના આરોપમાં ATSએ રત્નાગીરીમાંથી એક વ્યક્તિની કરી ધરપકડ

મહારાષ્ટ્ર : શંકાસ્પદ આતંકવાદીઓને ફંડિંગ કરવાના આરોપમાં ATSએ રત્નાગીરીમાંથી એક વ્યક્તિની કરી ધરપકડ
X

મહારાષ્ટ્રની Anti Terrorist Squad એ બે શંકાસ્પદ આતંકવાદીઓને કથિત રીતે આર્થિક મદદ કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપી રત્નાગીરી જિલ્લાનો રહેવાસી છે. આરોપીને અગાઉ એટીએસ દ્વારા પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યો હતો પરંતુ બાદમાં તેને છોડી દેવામાં આવ્યો હતો. હવે તપાસના આધારે આરોપીની સંડોવણી બહાર આવતા તેની ધરપકડ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે 18 જુલાઈના રોજ પુણેની કોથરુડ પોલીસે પુણેથી બે શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. શંકાસ્પદ આતંકવાદીઓની ઓળખ મોહમ્મદ ઈમરાન મોહમ્મદ યુનુસ ખાન (23 વર્ષ) અને મોહમ્મદ યુનુસ મોહમ્મદ યાકુબ સાકી (24 વર્ષ) તરીકે કરવામાં આવી છે. પુણે પોલીસે અબ્દુલ કાદિર દસ્તગીર પઠાણ નામના વ્યક્તિને આશ્રય આપવાના આરોપમાં ધરપકડ કરી હતી.

હવે રત્નાગીરીમાંથી પણ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે પરંતુ તેની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પોલીસે આ કેસમાં અન્ય એક શંકાસ્પદ વ્યક્તિને પણ પૂછપરછ માટે હાજર થવા માટે નોટિસ પાઠવી છે.

Next Story