છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં નક્સલવાદીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી, રક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 7 નક્સલીઓને કર્યા ઠાર

New Update
છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં નક્સલવાદીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી, રક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 7 નક્સલીઓને કર્યા ઠાર

છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં ગુરુવારે નક્સલવાદીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહીકરવામાં આવી હતી. સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 7 નક્સલીઓને ઠાર કર્યા છે. નક્સલવાદીઓ પાસેથી મોટી સંખ્યામાં વિસ્ફોટકો અને હથિયારો પણ મળી આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર નક્સલવાદીઓની સંખ્યા વધી શકે છે.

છત્તીસગઢના નારાયણપુર અને બીજાપુર જિલ્લાની સરહદ પર સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. મળતી માહિતી મુજબ એન્કાઉન્ટરમાં સાત નક્સલવાદીઓ માર્યા ગયા છે. પોલીસ અધિકારીઓએ એન્કાઉન્ટરની પુષ્ટિ કરી છે. મળતી માહિતી અનુસાર નારાયણપુર-બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તારમાં નક્સલવાદીઓની પ્લાટૂન નંબર 16 અને ઈન્દ્રાવતી એરિયા કમિટીની સૂચનાના આધારે ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ , બસ્તર ફાઈટર્સ અને નારાયણપુરની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) દંતેવાડા અને બસ્તર જિલ્લામાં એક સંયુક્ત ટીમ પેટ્રોલિંગ માટે મોકલવામાં આવી હતી.

સવારે 11 વાગ્યે નક્સલીઓએ જવાનો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જે બાદ સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. માર્યા ગયેલા નક્સલવાદીઓની સંખ્યા વધી શકે છે. સુરક્ષા દળોએ ઘટના સ્થળેથી સાત નક્સલીઓના મૃતદેહ અને હથિયારો કબજે કર્યા છે. આ એન્કાઉન્ટરમાં ઘણા નક્સલવાદીઓ ઘાયલ થવાની આશંકા છે.

Latest Stories