કાશ્મીરમાં ભારતીય સેનાની મોટી કાર્યવાહી, LOC પર ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા 7 પાકિસ્તાની ઠાર

પાકિસ્તાન સરહદે ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા 7 પાકિસ્તાનીઓને ઠાર માર્યા છે. આ ઘૂસણખોરોમાં પાકિસ્તાનની કુખ્યાત બોર્ડર એક્શન ટીમના આતંકી પણ સામેલ છે. 

New Update
Indian Army

ભારતીય સૈન્યએ જમ્મુ કાશ્મીરમાં લાઇન ઓફ કન્ટ્રોલ એટલે કે પાકિસ્તાન સરહદે ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા 7 પાકિસ્તાનીઓને ઠાર માર્યા છે. આ ઘૂસણખોરોમાં પાકિસ્તાનની કુખ્યાત બોર્ડર એક્શન ટીમના આતંકી પણ સામેલ છે. 

ભારતીય સૈન્યએ 4-5 ફેબ્રુઆરીએ રાત્રે LOC પર ભારતીય ચોકી પર પાકિસ્તાની ઘૂસણખોરો દ્વારા ઘાત લગાવી કરાયેલા હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. આ દરમિયાન 7 પાકિસ્તાની ઘૂસણખોરો માર્યા ગયા હતા. આ ઘૂસણખોરોમાં 2 થી 3 પાકિસ્તાની આર્મીના જવાનો પણ સામેલ હોવાનો દાવો કરાયો છે. આ ઘટના જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં આવેલી કૃષ્ણા ઘાટીના સેક્ટરમાં બની હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે LOC પર પાકિસ્તાની ઘૂસણખોરોને જોતાં જ ભારતીય જવાનોએ ઠાર કર્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓમાં 'આતંકવાદી સંગઠન અલ-બદ્ર'ના આતંકવાદીઓ પણ સામેલ હતા.

Latest Stories