Connect Gujarat
દેશ

કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે મલ્લિકાર્જુન ખડગેએ ઉમેદવારી પત્ર ભર્યું, G-23ના નેતાઓનું પણ મળ્યું સમર્થન.

કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચાલી રહેલા રાજકારણ વચ્ચે આજે મલ્લિકાર્જુન ખડગે પણ રેસમાં કૂદી પડ્યા છે.

કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે મલ્લિકાર્જુન ખડગેએ ઉમેદવારી પત્ર ભર્યું, G-23ના નેતાઓનું પણ મળ્યું સમર્થન.
X

કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચાલી રહેલા રાજકારણ વચ્ચે આજે મલ્લિકાર્જુન ખડગે પણ રેસમાં કૂદી પડ્યા છે. કોંગ્રેસના નેતા શશિ થરૂર, મલ્લિકાર્જુન ખડગે અને ઝારખંડના પૂર્વ મંત્રી કેએન ત્રિપાઠીએ નામાંકનના અંતિમ દિવસે ઉમેદવારી પત્ર ભર્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટેની આ સ્પર્ધા હવે રસપ્રદ બની રહી છે. આ દરમિયાન દિગ્વિજય સિંહે ચૂંટણી નહીં લડવાની વાત કરી છે.

મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવતા કહ્યું કે, હું બાળપણથી કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલો છું, અને હવે તેને આગળ લઈ જઈશ. તેમણે કહ્યું કે હું 8મા, 9મા ધોરણથી ગાંધી, નેહરુ વિચારધારા માટે પ્રચાર કરી રહ્યો છું. કોંગ્રેસના કુલ 30 નેતાઓએ મલ્લિકાર્જુન ખડગેને સમર્થન આપ્યું છે. નોમિનેશન દરમિયાન તમામ નેતાઓ પ્રસ્તાવક તરીકે જોડાયા હતા. કોંગ્રેસના 10 નેતાઓએ મલ્લિકાર્જુન ખડગેના નામાંકનને સમર્થન આપ્યું છે. અશોક ગેહલોત, દિગ્વિજય સિંહ, એકે એન્ટની, અંબિકા સોની, મુકુલ વાસનિક, આનંદ શર્મા, અભિષેક મનુ સિંઘવી, અજય માકન, ભૂપિન્દરસિંહ હુડ્ડા અને તારિક અનવર સમર્થક રહ્યા છે.

કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે પાર્ટી અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવતા કહ્યું કે, દેશ ઐતિહાસિક બેરોજગારી અને મોંઘવારીમાંથી પસાર થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસે જ હવે પરિવર્તન લાવનારી પાર્ટી બનવું પડશે. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે મલ્લિકાર્જુન ખડગેએ પણ ઉમેદવારી નોંધાવી છે. તેમની સાથે દિગ્વિજય સિંહ અને અશોક ગેહલોત પ્રસ્તાવક તરીકે હતા. કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે ઉમેદવારી નોંધાવવા પહોંચેલા ખડગેને કોંગ્રેસના જી-23 કેમ્પના નેતાઓનું સમર્થન પણ મળ્યું છે. કોંગ્રેસના નેતા મનીષ તિવારી અને આનંદ શર્મા ખડગેના સમર્થનમાં આવ્યા છે. મલ્લિકાર્જુન ખડગે પણ ઉમેદવારી નોંધાવવા કોંગ્રેસ મુખ્યાલય પહોંચી ગયા છે. કોંગ્રેસ નેતા અશોક ગેહલોત અને દિગ્વિજય સિંહ તેમની સાથે છે. કોંગ્રેસના સાંસદ દીપેન્દ્રસિંહ હુડ્ડાએ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે મલ્લિકાર્જુન ખડગેના નામાંકનનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે તેઓ પણ ખડગેના સમર્થક બની ગયા છે.

Next Story