મમતા બેનર્જીએ બાંગ્લાદેશમાં સંયુક્ત રાષ્ટ્ર પીસકીપિંગ ફોર્સની તૈનાતીની માગ કરી

મમતાએ સોમવારે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં કહ્યું- બાંગ્લાદેશમાં અમારા પરિવારો છે, નજીકના લોકો, સંપત્તિઓ છે. ભારત સરકાર આ અંગે જે પણ વલણ અપનાવે તે અમે સ્વીકારીશું

New Update
peacekeeping force

પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ બાંગ્લાદેશમાં સંયુક્ત રાષ્ટ્ર પીસકીપિંગ ફોર્સની તૈનાતીની માગ કરી છે. તેમણે બાંગ્લાદેશના લઘુમતીઓની સુરક્ષા માટે આ મામલે પીએમ મોદી પાસેથી અંગત હસ્તક્ષેપની પણ માગ કરી છે.મમતાએ સોમવારે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં કહ્યું- બાંગ્લાદેશમાં અમારા પરિવારો છે, નજીકના લોકો, સંપત્તિઓ છે.

ભારત સરકાર આ અંગે જે પણ વલણ અપનાવે તે અમે સ્વીકારીશું, પરંતુ અમે વિશ્વમાં ગમે ત્યાં ધાર્મિક આધાર પર અત્યાચારની નિંદા કરીએ છીએ. કેન્દ્ર સરકાર અને પીએમ મોદીને હસ્તક્ષેપની અપીલ.તેમણે કહ્યું કે અમે ઇસ્કોનના કોલકાતા યુનિટના વડા સાથે વાત કરી છે. બાંગ્લાદેશમાં ભારતીયો પર હુમલો થાય તો અમે તેને સહન કરી શકીએ નહીં. અમે અમારા લોકોને પાછા લાવી શકીએ છીએ. ભારત સરકાર આ મામલો સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવી શકે છે. જેથી કરીને બાંગ્લાદેશમાં પીસકીપીંગ ફોર્સ મોકલી શકાય.