ભારતના ખેડૂતો, ભારતની ભૂમિ, ભારતના પર્યાવરણ અને ભારતના નાગરિકોના આરોગ્યના કલ્યાણ માટે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની ઐતિહાસિક પહેલ કરીને ભારતના સ્વર્ણિમ યુગની શરૂઆત કરી છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળીને પ્રાકૃતિક કૃષિને મિશન મોડમાં દેશવ્યાપી બનાવવા બદલ તેમનો આભાર માન્યો હતો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક પહેલ ભારતના ખેડુતો અને કૃષિ ક્ષેત્રને નવી દિશા આપશે. આ મહત્ત્વના નિર્ણય માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો હૃદયપૂર્વક આભાર માનતાં તેમણે કહ્યું કે, આ યોજના પ્રધાનમંત્રીના દુરંદેશીભર્યા નેતૃત્વને કારણે જ શક્ય બની છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હસ્તક રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન (NMNF)ને સ્વતંત્ર કેન્દ્ર પ્રાયોજિત યોજના તરીકે મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાથી પ્રાકૃતિક ખેતીને મિશન મોડમાં પ્રોત્સાહન આપવામાં આવશે.
રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનને સ્વતંત્ર યોજના તરીકે મોદી સરકારે આપી મંજૂરી
ભારતના ખેડૂતો, ભારતની ભૂમિ, ભારતના પર્યાવરણ અને ભારતના નાગરિકોના આરોગ્યના કલ્યાણ માટે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની
New Update
Latest Stories