Connect Gujarat
દેશ

મોદી સરકારે મેડિકલ કૉલેજને લઈને લીધો મોટો નિર્ણય,વિદ્યાર્થીઓ થઈ જશે ખુશ

આગામી સમયમાં દેશમાં મેડિકલ કોલેજ અને MBBSની સીટોમાં વધારો થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે આ વર્ષે 50 નવી મેડિકલ કોલેજો ખોલવાની મંજૂરી આપી છે,

મોદી સરકારે મેડિકલ કૉલેજને લઈને લીધો મોટો નિર્ણય,વિદ્યાર્થીઓ થઈ જશે ખુશ
X

આગામી સમયમાં દેશમાં મેડિકલ કોલેજ અને MBBSની સીટોમાં વધારો થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે આ વર્ષે 50 નવી મેડિકલ કોલેજો ખોલવાની મંજૂરી આપી છે, જેમાં 30 સરકારી અને 20 ખાનગી કોલેજોનો સમાવેશ થાય છે. આ સાથે હાલની કોલેજોમાં લગભગ 2 હજાર બેઠકો ઉમેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે હવે દેશમાં MBBS બેઠકોની સંખ્યા 1 લાખને પાર કરી ગઈ છે. વિવિધ રાજ્યોમાં નવી માન્ય મેડિકલ કોલેજો બનાવવામાં આવશે. એક અહેવાલ મુજબ તેલંગાણામાં 13 નવી મેડિકલ કોલેજો આંધ્રપ્રદેશ અને રાજસ્થાનમાં પાંચ-પાંચ નવી મેડિકલ કોલેજો સ્થાપવામાં આવશે. આ ઉપરાંત મહારાષ્ટ્ર માટે ચાર નવી મેડિકલ કોલેજો અને આસામ, ગુજરાત, હરિયાણા, કર્ણાટક અને તમિલનાડુ માટે ત્રણ-ત્રણ નવી મેડિકલ કોલેજોને મંજૂરી આપવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયના સૂત્રો દ્વારા શેર કરાયેલ ડેટા અનુસાર પશ્ચિમ બંગાળ, ઓડિશા અને જમ્મુ અને કાશ્મીર માટે બે-બે કોલેજો અને યુપી, મધ્યપ્રદેશ અને નાગાલેન્ડ માટે એક-એક કોલેજને મંજૂરી આપવામાં આવી છે.તમને જણાવી દઈએ કે આ કોલેજો ખુલતાની સાથે જ દેશમાં UG મેડિકલ કોર્સમાં એડમિશન માટેની સીટોની સંખ્યામાં વધારો થશે. ભારતમાં મેડિકલ સીટો 1 લાખ 7 હજાર 658 હશે. 8195 બેઠકોનો વધારો થશે. હાલમાં ભારતમાં કુલ 702 મેડિકલ કોલેજો છે. જણાવી દઈએ કે NMCએ આ વર્ષે 40 કોલેજોની માન્યતા રદ કરી છે. નેશનલ મેડિકલ કમિશનનું યુજી બોર્ડ પાંચ વર્ષથી મેડિકલ કોલેજને માન્યતા આપી રહ્યું છે.

Next Story