Connect Gujarat
દેશ

મારા નિર્ણયો કોઈને ડરાવવા માટે નથી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મારા નિર્ણયો કોઈને ડરાવવા માટે નથી. રામમંદિર તેમના (વિપક્ષ) માટે રાજકીય હથિયાર છે.

મારા નિર્ણયો કોઈને ડરાવવા માટે નથી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મારા નિર્ણયો કોઈને ડરાવવા માટે નથી. રામમંદિર તેમના (વિપક્ષ) માટે રાજકીય હથિયાર છે. હવે શું થયું...રામમંદિરનું નિર્માણ થયું. મામલો તેમના હાથમાંથી નીકળી ગયો.

પીએમ મોદીએ ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઇન્ટરવ્યૂમાં આ વાત કહી. એ સોમવારે બહાર પાડવામાં આવ્યો હતો. ઇન્ટરવ્યૂમાં તેમણે રામમંદિર, ડીએમકેનો સનાતન વિરોધી મુદ્દો, યુક્રેન-રશિયા યુદ્ધ, ઈલેક્ટોરલ બોન્ડ, ભારતના વિકાસ રોડમેપ જેવા અનેક મુદ્દાઓ વિશે વાત કરી.

સવાલ- રામમંદિરને રાજકીય રંગ ન આપવો જોઈતો હતો, પરંતુ થયું. આ અંગે તમે શું કહેશો?

મોદી- તેમના (વિપક્ષ) માટે આ એક રાજકીય હથિયાર હતું. હવે શું થયું...રામમંદિરનું નિર્માણ થયું. મામલો તેમના હાથમાંથી નીકળી ગયો.

સવાલ- શું તમે રશિયા અને યુક્રેન વચ્ચે દુશ્મનાવટ રોકવા માટે દરમિયાનગીરી કરી હતી?

મોદી- મારા બંને રાષ્ટ્રપતિઓ સાથે મૈત્રીપૂર્ણ સંબંધો છે. મેં કહ્યું હતું કે ભારતના ઘણા લોકો અને યુવાનો ફસાયેલા છે.

સવાલ- ઈલોન મસ્ક ભારત આવવાના છે, તેમણે કહ્યું હતું કે તે તમારા ફેન છે. શું આપણે ભારતમાં સ્ટારલિંક, ટેસ્લા જોઈશું?

મોદી- મસ્ક મોદીના ચાહક છે, તેઓ પોતાની જગ્યાએ છે. વાસ્તવમાં તેઓ ભારતના ચાહક છે.

Next Story