હરિયાણામાં મહિલા કોંગ્રેસ નેતાની રહસ્યમય હત્યાથી ચકચાર,સૂટકેસમાંથી મળ્યો મૃતદેહ

હરિયાણામાં યુવા કોંગ્રેસ મહિલા નેતા હિમાની નરવાલની હત્યા કરવામાં આવી છે.બસ સ્ટેન્ડ પાસે એક સૂટકેસમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.

New Update
aaa

હરિયાણામાં યુવા કોંગ્રેસ મહિલા નેતા હિમાની નરવાલની હત્યા કરવામાં આવી છે.બસ સ્ટેન્ડ પાસે એક સૂટકેસમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.

શનિવારે સાંપલા બસ સ્ટેન્ડ નજીક ફ્લાયઓવર પાસે સૂટકેસ પડેલી મળી આવી હતી. આ માહિતી પોલીસને આપવામાં આવ્યા બાદ પોલીસે તેમની શરૂઆતની તપાસમાં જણાવ્યું હતું કે મહિલા નેતાનું ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હતી.

રોહતકના કોંગ્રેસના ધારાસભ્ય ભારત ભૂષણ બત્રાએ પુષ્ટિ આપી કે આ મૃતદેહ યુવા કોંગ્રેસ મહિલા નેતા હિમાની નરવાલનો છે. તેમણે કહ્યું કે આ હત્યા પાછળ કોણ છે તેની તપાસ માટે એક વિશેષ તપાસ ટીમ SITની રચના થવી જોઈએ.

પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું કે આ મામલે ઉચ્ચસ્તરીય તપાસ થવી જોઈએ. ગુનેગારોને શક્ય તેટલી વહેલી તકે કડકમાં કડક સજા આપવી જોઈએ.

હિમાની નરવાલ 2023માં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં જોડાઈ હતી.

હિમાની નરવાલ રોહતકના શિવાજી કોલોનીના વિજયનગરમાં ભાડાના મકાનમાં રહેતી હતી.હિમાનીના પિતા શેરસિંહે 8 વર્ષ પહેલા આત્મહત્યા કરી હતી.હિમાનીના ભાઈની પણ હત્યા કરવામાં આવી હતી.

Latest Stories