મોદી NDAના નેતા તરીકે ચૂંટાયા, 16 પક્ષોના 21 નેતાઓએ બેઠકમાં હાજરી આપી

એનડીએના તમામ સાંસદો પાસેથી એકતા માટે સહીઓ લેવામાં આવી

New Update
એનડીએ ની મળેલી બેઠકની તસવીર

લોકસભા ચૂંટણી બાદ સરકાર બનાવવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે. આ સંબંધમાં બુધવારે સાંજે 4 વાગ્યે પીએમના નિવાસસ્થાને NDAની પ્રથમ બેઠક યોજાઈ હતી. એક કલાક ચાલેલી બેઠકમાં મોદીને NDAના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

NDAની બેઠકમાં 16 પક્ષોના 21 નેતાઓએ ભાગ લીધો:-

બેઠકમાં 16 પક્ષોના 21 નેતાઓએ ભાગ લીધો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર 7 જૂને એનડીએ સાંસદોની બેઠક બાદ સરકાર બનાવવાનો દાવો રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવામાં આવશે. રાજનાથ સિંહ, અમિત શાહ અને જેપી નડ્ડાને તમામ સહયોગીઓ સાથે વન ટુ વન વાત કરવા અને નવી સરકારના સ્વરૂપ અંગે ચર્ચા કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

NDAના નેતાઓએ નરેન્દ્ર મોદીને તેમના નેતા તરીકે પસંદ કર્યા:-

ટીડીપીએ 6 મંત્રાલયોની સાથે સ્પીકર પદની માગ કરી હતી. તે જ સમયે, જેડીયુએ 3 મંત્રાલયોની માગ કરી છે, ચિરાગે 2 (એક કેબિનેટ, એક સ્વતંત્ર હવાલો), માંઝીએ એક, શિંદેએ 2 (એક કેબિનેટ, એક સ્વતંત્ર હવાલો) મંત્રાલયની માગ કરી છે. સાથે જ જયંતે કહ્યું છે કે ચૂંટણી પહેલાં અમને મંત્રી પદનું વચન આપવામાં આવ્યું હતું. તેવી જ રીતે અનુપ્રિયા પટેલ પણ મંત્રી પદ ઈચ્છે છે. મોદી 8 જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. એનડીએના તમામ સાંસદો પાસેથી એકતા માટે સહીઓ લેવામાં આવી છે.

Latest Stories