New Update
/connect-gujarat/media/media_files/2024/10/17/wZMBc6PXhLDxEdgv1yVt.png)
હરિયાણામાં ઐતિહાસિક જીત નોંધાવીને ભાજપે સતત ત્રીજી વખત સરકાર બનાવી છે. આ સાથે બીજેપી નેતા નાયબ સિંહસૈનીએ બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. તેમની સાથે અન્ય13નેતાઓએ પણ મંત્રી તરીકે પદ અને ગુપ્તતાના શપથ લીધા હતા.
ભાજપના નેતા નાયબ સિંહ સૈનીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. સૈનીને સતત બીજી વખત હરિયાણાના મુખ્યમંત્રીબનાવવામાં આવ્યા છે. આ દરમિયાનPM નરેન્દ્ર મોદી સહિત બીજેપી અનેNDAના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. ભાજપના વરિષ્ઠ નેતા અનિલ વિજે મંત્રી પદના શપથ લીધા છે. આ પહેલા પણ અનિલ વિજ હરિયાણાના ગૃહમંત્રી પદ સંભાળી ચુક્યા છે.