/connect-gujarat/media/post_banners/cdb2667371dd0e643f840247210bfeb053d0338113874add7e8564a4b919f0d7.webp)
ISROએ શ્રીહરિકોટા ખાતેના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી નેવિગેશન ઉપગ્રહને લોન્ચ કર્યો છે. વાત જાણે એમ છે કે, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને 29 મે 2023ના રોજ સવારે 10:42 વાગ્યે સતીશ ધવન સ્પેસ સેન્ટથી નવા-યુગના નેવિગેશન ઉપગ્રહને લોન્ચ કર્યો હતો. આ ઉપગ્રહનું નામ NVS-01 છે, જેને GSLV-F12 રોકેટ દ્વારા લોન્ચ પેડ-2 પરથી છોડવામાં આવ્યો હતો. ઈસરોના વડા ડો.એસ.સોમનાથે જણાવ્યું કે, હાલમાં અમે સાત જૂના NavIC ઉપગ્રહોની મદદથી કામ કરી રહ્યા હતા. પરંતુ તેમાંથી માત્ર 4 જ કામ કરી રહ્યા છે. ત્રણ ખરાબ થઈ ગયા છે. જો આપણે ત્રણેયને બદલીશું તો ત્યાં સુધીમાં આ ચાર પણ નકામા થઈ જશે. તેથી જ અમે પાંચ નેક્સ્ટ જનરેશન નાવિક સેટેલાઇટ NVS છોડવાની તૈયારી કરી છે. મહત્વનું છે કે, NVS-01 ઉપગ્રહને 36,568 કિમીની ઊંચાઈએ પૃથ્વીની જીઓસિંક્રોનસ ભ્રમણકક્ષામાં તૈનાત કરવામાં આવશે. આ ઉપગ્રહ લંબગોળ ભ્રમણકક્ષામાં પૃથ્વીની આસપાસ ફરશે. પ્રક્ષેપણ પછી લગભગ 18 મિનિટમાં GSLV રોકેટ પૃથ્વીથી 251.52 કિમી ઉપર ઉપગ્રહ છોડશે. આ પછી તે પોતાની જાતે જ પોતાના ક્લાસમાં જશે. તેના થ્રસ્ટર્સને કારણે તે નિર્ધારિત ભ્રમણકક્ષામાં પહોંચી જશે.
/connect-gujarat/media/media_files/2025/07/18/aaa-2025-07-18-09-04-54.jpg)