Connect Gujarat
દેશ

નીતિ આયોગે આપ્યા સારા સમાચાર, દેશમાં ગરીબી 5 ટકા ઘટી હોવાનો દાવો

નીતિ આયોગે રાહતના સમાચાર આપ્યા છે. તાજતેરમાં એક સર્વે જાહેર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં ભારતમાં 5 ટકા ઘટી હોવાનું જણાવ્યું છે.

નીતિ આયોગે આપ્યા સારા સમાચાર, દેશમાં ગરીબી 5 ટકા ઘટી હોવાનો દાવો
X

નીતિ આયોગે રાહતના સમાચાર આપ્યા છે. તાજતેરમાં એક સર્વે જાહેર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં ભારતમાં 5 ટકા ઘટી હોવાનું જણાવ્યું છે.નીતિ આયોગે રાહતના સમાચાર આપ્યા છે. CEO બીવીઆર સુબ્રમણ્યમે ગરીબી 5 ટકા ઘટી હોવાનું જણાવ્યું છે. તાજતેરમાં એક સર્વે જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું છે કે, ગ્રામીણ વપરાશ વધુ મજબૂત થયો છે અને શહેરી વપરાશમાં ધટાડો થઈ રહ્યો છે. ઉપભોગ ખર્ચના આધાર પર ગરીબીનું સ્તર નક્કી કરવામાં આવે છે. રિપોર્ટ અનુસાર ફ્રીજ, ટીવી, મેડિકલ કેયર અને ટ્રાન્સપોર્ટેશનના ખર્ચામાં વધારો થયો છે. અનાજ અને દાળ પર ખર્ચો ઓછો થયો છે. વર્ષ 2011-12માં ગ્રામીણ વિસ્તારમાં પ્રતિ વ્યક્તિ ઉપભોગ ખર્ચ 1,430 રૂપિયા હતો જે વર્ષ 2022-23માં વધીને 3,772 રૂપિયા થઈ ગયો છે. વર્ષ 2011-12માં શહેરી વિસ્તારમાં પ્રતિ વ્યક્તિ ઉપભોગ ખર્ચ 2,630 રૂપિયા હતો જે વર્ષ 2022-23માં વધીને 6,459 રૂપિયા થઈ ગયો છે.

Next Story