નીતીશ કુમારે CM પદેથી આપ્યું રાજીનામું, બિહારની રાજનીતિમાં ભારે ઉથલપાઠલ

બિહારના રાજકારણમાં આજે ભારે ઉથલપાથલ ચાલી રહી છે. નીતીશ કુમારે સવારે 11 વાગ્યે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું છે.

New Update
નીતીશ કુમારે CM પદેથી આપ્યું રાજીનામું, બિહારની રાજનીતિમાં ભારે ઉથલપાઠલ

બિહારના રાજકારણમાં આજે ભારે ઉથલપાથલ ચાલી રહી છે. નીતીશ કુમારે સવારે 11 વાગ્યે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. નીતીશ કુમારે CM પદેથી રાજીનામું આપી રાજ્યપાલ સમક્ષ નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. આ પહેલા સીએમ હાઉસમાં પાર્ટીના સાંસદો અને ધારાસભ્યો સાથે નીતીશ કુમારની બેઠક મળી હતી. બેઠક બાદ નીતીશ કુમારે રાજીનામાની જાહેરાત કરી હતી. નીતિશ આજે જ રાજ્યપાલને નવા સીએમ તરીકે શપથ લેવાની માંગ કરશે.સૂત્રોના જણાવ્યા અનુસાર નીતીશ કુમાર 2 ડેપ્યુટી સીએમ સાથે શપથ લેશે. આ બંને ડેપ્યુટી સીએમ ભાજપના હોઈ શકે છે.BJP-JDU તરફથી 14-14 મંત્રીઓ શપથ લઈ શકે છે.જીતન રામ માંઝીની પાર્ટીએ પણ 2 મંત્રી પદની માંગણી કરી છે. ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ શપથ સમારોહમાં હાજરી આપી શકે છે. નડ્ડા 3 વાગે પટના પહોંચી રહ્યા છે.અહીં પટનામાં આરજેડીની બેઠક દરમિયાન તેજસ્વીએ દાવો કર્યો હતો કે અસલી રમત રમવાની બાકી છે. નીતીશ આપણા આદરણીય વ્યક્તિ હતા અને રહેશે. જે કામ બે દાયકામાં ન થઈ શક્યું, તે અમે થોડા સમયમાં કરી લીધું. લાલુએ પોતાના મંત્રીઓને રાજીનામું ન આપવા કહ્યું. કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક આજે પૂર્ણિયામાં યોજાશે.

Latest Stories