કારગિલ વિજય દિવસે વીર જવાનોના સાહસ અને વીરતાની કહાનીને ગૌરવથી યાદ કરતા દેશવાસીઓ

આજથી 26 વર્ષ પહેલા 1999માં ભારતીય સેનાના જવાનો સામે કારગિલમાં પાકિસ્તાનનો પરાજય થયો હતો. જેથી આજના દિવસને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

New Update
Kargil Vijay Diwas

ભારતના વીર જવાનોના સાહસ અને વીરતાની કહાણીને ગૌરવથી યાદ કરવાનો આજનો દિવસ છે. આજથી 26 વર્ષ પહેલા 1999માં ભારતીય સેનાના જવાનો સામે કારગિલમાં પાકિસ્તાનનો પરાજય થયો હતો. જેથી આજના દિવસને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ યુદ્ધમાં ભારતના કુલ 527 જવાનો શહીદ થયા હતા. જ્યારે 1300થી વધારે જવાનો ઘાયલ થયા હતા. ભારતીય સેનાએ ઓપરેશન વિજય’ આ યુદ્ધ લડ્યું અને ભવ્ય વિજય મેળવ્યો હતો.

ભારતે પાકિસ્તાનને દરેક વખતે હરાવ્યું છે. સ્ટેડિયમાં રમાતી ક્રિકેટ મેચ હોય કે બોર્ડર પર યુદ્ધના મેદાને ખેલાતુ યુદ્ધ હોય પાકિસ્તાનને ભારત પાસેથી માત્ર હાર જ મળી છે. આવું એક યુદ્ધ મે મહિનાથી 26 જુલાઈ 1999માં ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગિલમાં થયું હતું. અહીં ભારતે પાકિસ્તાનને ફરી એકવાર હારનો સ્વાદ ચખાડ્યો હતો. આજે આ દિવસ ભારતના એ વીર સપૂતોને યાદ કરવાનો અને ભારતની જીતને ઉજવવાનો છે. ભારતમાં 26 જુલાઈને કારગિલ વિજય દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. આ દિવસ આપણને ભારતનાએ વીર જવાનોના બલિદાનસાહસ અને દેશભક્તિની યાદ અપાવે છે. એ જવાનોએ આપણાં માટે જે કર્યું છે તેનો ઋણ આપણે ક્યારેય ચૂકવી શકવાના નથી.

ભારત અને પાકિસ્તાન વચ્ચે 1999માં મે થી જુલાઈ સુધી ચાલ્યું હતું. પાકિસ્તાની સેના જમ્મુ અને કાશ્મીરના કારગિલ જિલ્લામાં નિયંત્રણ રેખા પાર કરી ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી હતી. જેથી ભારતીય સેનાએ પાકિસ્તાનને હરાવવા માટે ઓપરેશન વિજય શરૂ કર્યું હતું. સેના સાથે વાયુસેનાએ પણ ઓપરેશન સફેદ સાગર શરૂ કર્યું હતું. લાંબી લડાઈ બાદ આખરે જુલાઈમાં પાકિસ્તાન ઘુંટણીએ આવ્યું અને હાર સ્વીકારી હતી. આ યુદ્ધમાં કેપ્ટન વિક્રમ બત્રાલેફ્ટનન્ટ મનોજ કુમાર પાંડે જેવા વીરોએ પોતાની બહાદુરી દેખાડીને પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો હતો. તે યુદ્ધમાં આ વીર જવાનો મા ભારતી માટે શહીદ થયા હતા.

Latest Stories