તવાંગ અથડામણ પર ઈસ્ટર્ન કમાન્ડ ચીફે કહ્યું- મામલો ઉકેલાઈ ગયો છે, સેના દેશની સુરક્ષા માટે દરેક ક્ષણે તૈયાર છે

તવાંગમાં ચીની સેના સાથેની અથડામણ બાદ ભારતીય સેનાના ઈસ્ટર્ન કમાન્ડના ચીફ લેફ્ટનન્ટ જનરલ આરપી કલિતાએ એક મોટી વાત કહી છે. .

તવાંગ અથડામણ પર ઈસ્ટર્ન કમાન્ડ ચીફે કહ્યું- મામલો ઉકેલાઈ ગયો છે, સેના દેશની સુરક્ષા માટે દરેક ક્ષણે તૈયાર છે
New Update

અરુણાચલ પ્રદેશના તવાંગમાં ચીની સેના સાથેની અથડામણ બાદ ભારતીય સેનાના ઈસ્ટર્ન કમાન્ડના ચીફ લેફ્ટનન્ટ જનરલ આરપી કલિતાએ એક મોટી વાત કહી છે. લે.જ.કલિતાએ સ્પષ્ટ કહ્યું કે, આપણા દેશની સુરક્ષા માટે સેના હંમેશા તૈયાર છે. PLAએ LAC પાર કરી લીધું હતું. અથડામણમાં બંને પક્ષના સૈનિકોને ઈજાઓ પહોંચી છે. સ્થિતિ નિયંત્રણમાં છે.

ઈસ્ટર્ન કમાન્ડના વડા કલિતાએ કહ્યું કે એક સૈનિક તરીકે અમે હંમેશા દેશની રક્ષા માટે તૈયાર છીએ. પછી તે શાંતિનો સમય હોય કે સંઘર્ષનો સમય અમારું મૂળભૂત કાર્ય કોઈપણ બાહ્ય અથવા આંતરિક ખતરાથી પ્રાદેશિક અખંડિતતાને અકબંધ રાખવાનું છે. તેમણે કહ્યું કે LAC અંગે કેટલાક ક્ષેત્રોમાં મતભેદ છે. ચીની સેના (PLA) પેટ્રોલિંગે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પાર કરી હતી. તેનો ખૂબ જ જોરદાર જવાબ આપવામાં આવ્યો હતો. આ દરમિયાન બંને તરફથી કેટલાક જવાનોને શારીરિક ઈજાઓ થઈ છે. આપણે અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ. કોઈને ગંભીર ઈજા થઈ નથી. ઉત્તરીય સરહદ સહિત સમગ્ર LAC પર સ્થિતિ સ્થિર છે અને અમારા નિયંત્રણમાં છે.

#India #Connect Gujarat #BeyondJustNews #Indian Army #country #protect #Tawang clash #Eastern Command chief
Here are a few more articles:
Read the Next Article