/connect-gujarat/media/post_banners/3f8a714b9f0a87fc574038f2c2518509afe46f733fc21337765f4d5bcf614312.webp)
જલંધરમાં ચાર યુવતીઓએ એક યુવકનું અપહરણ કરી તેની સાથે બળાત્કાર કર્યો અને બાદમાં તેને છોડી દીધો.આ ઘટના લેધર કોમ્પ્લેક્સ રોડની છે. આ સમગ્ર મામલે હજુ સુધી પોલીસમાં કોઈ ફરિયાદ કરવામાં આવી નથી.
મળતી માહિતી મુજબ ફેક્ટરીમાં કામ કરતા યુવકે જણાવ્યું કે તે બપોરે કામ પરથી ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન એક વાહન રોડ પર આવીને થંભી ગયું હતું. કારમાં સવાર ચાર યુવતીઓ તેનું સરનામું પૂછવા લાગી. તે સરનામું કહી રહ્યો હતો કે થોડી જ વારમાં છોકરીઓએ તેને કંઈક સુંઘાડીને બેભાન કરી દીધો અને તેનું અપહરણ કર્યું. યુવકનો આરોપ છે કે આ પછી કારમાં જ એક પછી એક ચાર યુવતીઓએ તેની સાથે બળજબરીથી સંબંધ બાંધ્યા. યુવકે જણાવ્યું કે ચારેય યુવતીઓની ઉંમર 22 થી 23 વર્ષની વચ્ચે હતી. હાલમાં આ અંગે પોલીસમાં કોઈ ફરિયાદ કરવામાં આવી નથી. જ્યારે ચર્ચાઓનું બજાર ગરમાયું ત્યારે લોકો વાત કરતા જોવા મળ્યા કે હવે પુરુષો પણ સુરક્ષિત નથી.