ભારતીય સેનાએ ગુરુવારે (22 ઓગસ્ટ) સાંજે જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (LOC) પર એક પાકિસ્તાની ઘૂસણખોરની ધરપકડ કરી હતી. તે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો મદદગાર છે. તેની ઓળખ ઝહીર હુસૈન શાહ તરીકે થઈ છે.પોલીસે જણાવ્યું કે આરોપી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)નો રહેવાસી છે.
એલઓસી પર ચકન દા બાગ પાસેના વિસ્તારમાં ઘૂસણખોરી કર્યા બાદ સુરક્ષા દળોએ તેને પકડી લીધો હતો. ઘુસણખોરની હજુ પણ પૂછપરછ ચાલી રહી છે.બીજી તરફ, ગુરુવારે (22 ઓગસ્ટ) રાત્રે કઠુઆ બોર્ડર પર ઝંડોર વિસ્તારમાં બે લોકોની શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળી હતી. જે બાદ સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. છેલ્લા અહેવાલ મળ્યા ત્યાં સુધી સર્ચ ઓપરેશન ચાલુ હતું.