જાહેરાત કર્યા પછી એનસીપીની કોર કમિટીની બેઠક મુંબઈમાં ચાલી રહી છે. આ દરમિયાન NCPના નેતા પ્રફુલ્લ પટેલે ફરી એકવાર નવા પ્રમુખની પસંદગી માટે શરદ પવારના નામનો પ્રસ્તાવ મૂક્યો છે. આ સાથે જ સમિતિએ શરદ પવારના રાજીનામાને અમાન્ય ગણાવ્યો છે.આ બેઠક પહેલા જ જયંત પાટીલે ટ્વીટ કર્યું હતું કે અમે સાહેબ સાથે છીએ. આ સાથે જ પવારના રાજીનામાના વિરોધમાં એક કાર્યકર્તાએ પોતાના પર કેરોસીન પણ છાંટી લીધું હતું. બીજી તરફ મિટિંગ પહેલા મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં પાર્ટી કાર્યકર્તાઓ રાજીનામાને પાછું લેવા માટે વિરોધમાં જોવા મળ્યા હતા. થાણેમાં એક કાર્યકર્તાએ વિવિધ સ્થળોએ પોસ્ટરો લગાવ્યા જેમાં લખ્યું હતું કે 'પવાર સાહેબનો કોઈ વિકલ્પ નથી'
પવાર જ રહેશે પાવરમાં: NCPની મીટિંગમાં નિર્ણય,શરદ પવાર જ રહેશે અધ્યક્ષ
આ દરમિયાન NCPના નેતા પ્રફુલ્લ પટેલે ફરી એકવાર નવા પ્રમુખની પસંદગી માટે શરદ પવારના નામનો પ્રસ્તાવ મૂક્યો છે.
New Update