Connect Gujarat
દેશ

NIA દરોડા બાદ પીએફઆઈ ઉગ્ર બન્યું, કેરલમાં તોડફોડ બાદ બંધનું એલાન

પોપ્યુલર ફ્રંટ ઓફ ઈન્ડિયા (PFI)એ NIAની આગેવાનીમાં ગુરુવારે કેટલા એજન્સીઓ તરફથી તેમની ઓફિસ, નેતાઓના ઘરો અને અન્ય જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા

NIA દરોડા બાદ પીએફઆઈ ઉગ્ર બન્યું, કેરલમાં તોડફોડ બાદ બંધનું એલાન
X

પોપ્યુલર ફ્રંટ ઓફ ઈન્ડિયા (PFI)એ NIAની આગેવાનીમાં ગુરુવારે કેટલા એજન્સીઓ તરફથી તેમની ઓફિસ, નેતાઓના ઘરો અને અન્ય જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા, જેના વિરોધમાં 23 સપ્ટેમ્બરે હડતાળનું આહ્વાન કર્યું છે. પીએફઆઈ શુક્રવારે કેરલ બંધનું એલાન આપ્યું હતું. આ દરમિયાન કેરલના તિરુવનંતપુરમમાં એક કાર અને ઓટો રિક્ષામાં તોડફોડ કરવામાં આવી હતી. તો વળી તમિલનાડૂના કોય બટૂરમાં સભ્યોની ધરપકડ બાદ પીએફઆઈ હિંસક પ્રદર્શન કર્યું છે. આ દરમિયાન બીજેપીની ઓફિસ પર પણ હુમલો કર્યો હતો.બીજેપી કાર્યકર્તાઓ નો આરોપ છે કે, તેમના કાર્યાલય પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા. આ સમગ્ર ઘટના બાદ ભાજપ ઓફિસ બહાર પોલીસ ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે. એનઆઈએ અને ઈડી તરફથી કરવામાં આવેલા આ દરોડા પીએફઆઈ તરફથી દેશમાં આતંકી ગતિવિધિઓને કથિત રીતે સમર્થન કરવા મામલે પાડ્યા છે.

એનઆઈએ તથા અન્ય એજન્સીઓએ ગુરુવારે 15 રાજ્યોમાં 93 જગ્યા પર એક સાથે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન પીએફઆઈ 106 નેતાઓ અને કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી. કેરલમાં પીએફઆઈ સૌથી વધારે 22 કાર્યકર્તાઓ ને દબોચી લેવામાં આવ્યા છે. ધરપકડ કરાયેલા લોકોમાં તેના અધ્યક્ષ ઓએમએ સલામ પણ સામેલ છે. તો વળી ભાજપ કેરળ કમિટિએ પીએફઆઈ કેરલમાં પ્રસ્તાવિત હડતાલને બિનજરૂરી ગણાવી અને રાજ્ય સરકાર પાસેથી તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો આગ્રહ કર્યો છે

Next Story