/connect-gujarat/media/media_files/2025/06/18/accident up-65704927.jpg)
ઉત્તર પ્રદેશમાં આગ્રાના ટ્રાન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાહદરા ફ્લાયઓવર પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.
ફિરોજાબાદ તરફથી કેરી લઈને આવી રહેલી લોડિંગ પિકઅપ વાન બેકાબૂ થઈ સર્વિસ રોડ પર મોર્નિંગ વૉક કરતાં લોકો પર ફરી વળી હતી. જેના લીધે આ અકસ્માતમાં 4 લોકોના મોત થઈ ગયા હતા.
આ અકસ્માતમાં વૉક કરી રહેલા 55 વર્ષીય રાજેશ, 65 વર્ષીય હરિબાબુ અને રામેશ્વરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. અકસ્માત બાદ ડ્રાઈવર ગાડીમાં જ ફસાઈ ગયો હતો.
અકસ્માત બાદ હાઈવે પર લાંબો જામ થઈ ગયો હતો. પોલીસે ક્રેનની મદદથી વાહનને હટાવીને ટ્રાફિક શરૂ કરાવ્યો હતો. આ અકસ્માતમાં કંડક્ટરની હાલત ગંભીર છે, તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મેક્સ પિકઅપમાં બે લોકો હતા. ત્રણ લોકો વૉક કરીને ડિવાઈડર પર બેઠા હતા. એવું માનવામાં આવી રહ્યું છે કે, ડ્રાઈવરને ઝોકું આવી જવાથી આ અકસ્માત થયો હતો.
પિકઅપ ગાડીને કાપીને ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો. ડ્રાઈવરનું પણ મૃત્યુ થઈ ગયું છે. કંડક્ટરને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. એક કલાકની મહેનત બાદ ડ્રાઈવરના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.