વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે. આ દરમિયાન અમિત શાહ, નડ્ડા, રાજનાથ સિંહ સહીત એનડીએમાં સામેલ તમામ પક્ષોના નેતાઓ હાજર રહ્યા. જેમાં 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ 20 કેન્દ્રીય મંત્રીઓ, યુપી સરકારના મંત્રીઓ અને ઘણા સાંસદો-ધારાસભ્યો પણ વારાણસી પહોંચી ગયા હતા.સવારે પીએમ મોદી દશાશ્વમેધ ઘાટ પહોંચ્યા હતા. અહીં વેંકટરામન ઘનપાઠીએ અંગવસ્ત્ર પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું. PMએ ગંગાની પૂજા - આરતી કરી હતી. 1 કલાક સુધી તેઓ ઘાટ પર રહ્યા હતા.પીએમ દશાશ્વમેધ ઘાટથી ક્રુઝમાં સવાર થઈને નમો ઘાટ પહોંચ્યા હતા. બાદમાં મોદીએ કાલ ભૈરવના મંદિરે પહોંચી કાલભૈરવના દર્શન કર્યા. અહીંથી તેઓ સીધા કલેક્ટર કચેરીએ પહોંચીને નોમિનેશન ફાઇલ કર્યું હતું
PM મોદીએ વારાણસીથી સતત ત્રીજી વખત નોંધાવી ઉમેદવારી, ગંગા આરતી-કાલ ભૈરવ મંદિરે કર્યા દર્શન
આ દરમિયાન અમિત શાહ, નડ્ડા, રાજનાથ સિંહ સહીત એનડીએમાં સામેલ તમામ પક્ષોના નેતાઓ હાજર રહ્યા.
New Update