Connect Gujarat
દેશ

PM મોદીએ ગુજરાતની ઐતિહાસિક જીતનો શ્રેય આ નેતાને આપ્યો, આગેવાનોએ પણ વધાવી લીધા !

ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપી રહ્યા હોય પણ હવે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જીતનો શ્રેય કોને મળવો જોઈએ તે જણાવ્યું છે.

PM મોદીએ ગુજરાતની ઐતિહાસિક જીતનો શ્રેય આ નેતાને આપ્યો, આગેવાનોએ પણ વધાવી લીધા !
X

ભાજપના તમામ નેતાઓ અને કાર્યકરો ભલે ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપી રહ્યા હોય પણ હવે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જીતનો શ્રેય કોને મળવો જોઈએ તે જણાવ્યું છે. આજે સંસદ ભવનમાં ભાજપની સંસદીય દળની બેઠક દરમ્યાન PM મોદીએ ગુજરાતની જીતનો શ્રેય પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને આપ્યો હતો. બુધવારે ભાજપના સાંસદોએ ગુજરાતમાં પાર્ટીની ઐતિહાસિક જીત બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા હતા. આ શિયાળુ સત્રમાં ભાજપ સંસદીય દળની આ પહેલી બેઠક હતી. જેમાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. એક કાર્યકરના જણાવ્યાનુસાર વડાપ્રધાને કહ્યું હતું કે, રાજ્યમાં મોટી જીતનો શ્રેય સીઆર પાટીલને આપવો જોઈએ. નોંધનીય છે કે, ગુજરાતમાં ભાજપે પ્રચંડ જીત સાથે 182માંથઈ 156 બેઠકો મેળવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, રાજ્ય એકમ ગુજરાત એકમની જેમ કરશે તો પાર્ટીની પ્રદર્શન હમેંશા સારું રહેશે. PM મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, પાર્ટીએ આવા નિર્ણાયક જનાદેશ આપવા બાદ રાજ્યની જનતાનો આભાર માનવો જોઈએ. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે અર્થવ્યવસ્થા પર પ્રેઝન્ટેશન આપ્યું હતું.

Next Story