Connect Gujarat
દેશ

PM મોદીએ દેશની પ્રથમ રેપિડ રેલને બતાવી લીલી ઝંડી, જાણો રેપિડ રેલની વિશેષતાઓ...

દેશને પ્રથમ RAPID રેલ નમો ભારત મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાઝિયાબાદના વસુંધરા સેક્ટર-8માં બનેલા સ્ટેશન પરથી 'નમો ભારત'ને લીલી ઝંડી બતાવી.

PM મોદીએ દેશની પ્રથમ રેપિડ રેલને બતાવી લીલી ઝંડી, જાણો રેપિડ રેલની વિશેષતાઓ...
X

દેશને પ્રથમ RAPID રેલ નમો ભારત મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાઝિયાબાદના વસુંધરા સેક્ટર-8માં બનેલા સ્ટેશન પરથી 'નમો ભારત'ને લીલી ઝંડી બતાવી. આવતીકાલ 21મી ઓક્ટોબરથી સામાન્ય જનતા માટે ઝડપી ટ્રેન સેવા શરૂ થશે. પ્રથમ તબક્કામાં દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ કોરિડોર પર સાહિબાબાદથી દુહાઈ ડેપો સુધી 17 કિમીનું અંતર કાપી શકાશે. આ યાત્રા 12 મિનિટમાં પૂર્ણ કરી શકાય છે. આ કોરિડોરની લંબાઈ 82 કિમી છે, જેમાંથી 14 કિમી દિલ્હીમાં અને 68 કિમી ઉત્તર પ્રદેશમાં છે. નેશનલ કેપિટલ રિજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન NCRમાં પ્રાદેશિક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમનું નેટવર્ક તૈયાર કરી રહ્યું છે, જે દિલ્હી મેટ્રોની વિવિધ લાઇન સાથે જોડાયેલ હશે. તે અલવર, પાણીપત અને મેરઠ જેવા શહેરોને પણ દિલ્હીથી જોડશે. પીએમ મોદીએ ગાઝિયાબાદથી રેપિડ રેલને લીલી ઝંડી બતાવી. આ દરમિયાન તેમની સાથે યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર હતા. હાલમાં આ ટ્રેન 5 સ્ટેશનો વચ્ચે 17 કિલોમીટરનું અંતર કાપશે. બાદમાં, 82 કિલોમીટરનો કોરિડોર પૂરો થયા પછી, દિલ્હીથી મેરઠની મુસાફરી 1 કલાકથી ઓછા સમયમાં કરી શકાશે.

Next Story