PM મોદીએ દિવાળી પર 70 વર્ષથી વધુની ઉંમરના લોકોને આપી મફત સારવારની ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધનતેરસની સાથે આયુર્વેદ દિવસની ઉજવણી નિમિત્તે દેશના 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને મફત સારવારની ભેટ આપી છે. જેમાં PM-JAY યોજનાનો વ્યાપ વધાર્યો છે.

a
New Update

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધનતેરસની સાથે આયુર્વેદ દિવસની ઉજવણી નિમિત્તે દેશના 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને મફત સારવારની ભેટ આપી છે. જેમાં PM-JAY યોજનાનો વ્યાપ વધાર્યો છે.

PM મોદીએ આયુષ્માન યોજનાના નવા તબક્કાની શરૂઆત કરી છે.હવે 70 વર્ષથી વધારે ઉંમરના દેશના તમામ વૃદ્ધોની આયુષ્માન યોજના હેઠળ મફત સારવાર થઈ શકશે.આ યોજના હેઠળ તેમને દર વર્ષે લાખની મફત સારવાર મળી જશે.

આ યોજનાથી દેશના વડીલોને લાભ મળશે.અત્યાર સુધી આ યોજનામાં માત્ર નબળા આવક જૂથના પરિવારોને જ સામેલ કરવામાં આવ્યા છે. પરંતુ હવે વૃદ્ધો માટે આવી કોઈ આવક મર્યાદા રહેશે નહીં.દિલ્હીમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન PM મોદીએ વૃદ્ધોને કાર્ડ આપ્યા હતા.આ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા અને અન્ય મંત્રીઓ અને અધિકારીઓ પણ હાજર હતા.

આયુષ્યમાન ભારત યોજના હેઠળ આપવામાં આવતા કાર્ડ દ્વારા કેન્સરહૃદય રોગકિડની સંબંધિત રોગોકોરોનામોતિયાડેન્ગ્યુચિકનગુનિયામેલેરિયાઘૂંટણ અને હિપ રિપ્લેસમેન્ટ જેવા ગંભીર રોગોની સારવાર કરી શકાય છે.

#CGNews #India #PM Modi #gifted #Diwali #Ayushman Bharat Yojana
Here are a few more articles:
Read the Next Article