Connect Gujarat
દેશ

પીએમ મોદીએ એરો ઈન્ડિયા 2023ની 14મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુમાં યેલાહંકા એરફોર્સ સ્ટેશન ખાતે એરો ઈન્ડિયા 2023 ની 14મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું છે.

પીએમ મોદીએ એરો ઈન્ડિયા 2023ની 14મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું
X

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુમાં યેલાહંકા એરફોર્સ સ્ટેશન ખાતે એરો ઈન્ડિયા 2023 ની 14મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું છે. આ સમયે પીએમ મોદીએ કહ્યું કે 'નવી ઊંચાઈ એ નવા ભારત નું ચિત્ર છે. બેંગલુરુમાં એરો ઈન્ડિયા 2023 નું ઉદ્ઘાટન કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ' આ 21મી સદીનું નવું ભારત, હવે ન તો કોઈ તક ગુમાવશે અને ન તો મહેનત માં કોઇ કમી દેખાય. એરો ઈન્ડિયાનો 2023 નો શો ભારતની વિકાસ ગાથા નું ઉદાહરણ છે.

આ વર્ષના એરો ઈન્ડિયા શોમાં લગભગ 100 દેશોની હાજરી જ દર્શાવે છે કે ભારત પર વિશ્વનો વિશ્વાસ વધ્યો, ભારત અને વિશ્વના 700થી વધુ પ્રદર્શકો ભાગ લઈ રહ્યાં છે. જેને ભૂતકાળના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.100 થી વધુ દેશોની ભાગીદારી ન્યૂ ઈન્ડિયામાં વિશ્વની શ્રદ્ધા દર્શાવે છે.'એરો ઈન્ડિયા' સૈન્ય વિમાન, હેલિકોપ્ટર, રક્ષા સાધનો અને નવા યુગના એવિયોનિક્સના ઉત્પાદનના ઉભરતા કેન્દ્ર રૂપે દર્શાવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બેંગલુરુની બહારના વિસ્તારમાં વાયુસેનાના યેલાહંકા સૈન્ય મથક ના પરિસરમાં પાંચ દિવસીય પ્રદર્શનમાં 98 દેશોની 809 સંરક્ષણ કંપનીઓના પ્રતિનિધિઓ ભાગ લેશે.

Next Story