રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં વિભાજન થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને NCPના વડા શરદ પવાર પહેલીવાર 1 ઓગસ્ટે સાથે જોવા મળશે. કાકા શરદ પવાર સામે બળવો કરનાર ભત્રીજો અજિત પવાર પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે. પુણે સ્થિત તિલક સ્મારક મંદિર ટ્રસ્ટે સોમવારે આ માહિતી શેર કરી હતી.
તિલક સ્મારક મંદિર ટ્રસ્ટના ઉપાધ્યક્ષ રોહિત ટિળકે જણાવ્યું હતું કે ટ્રસ્ટ લોકમાન્ય તિલકની 103મી પુણ્યતિથિએ 1 ઓગસ્ટના રોજ એક એવોર્ડ ફંક્શનનું આયોજન કરી રહ્યું છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એનસીપી ચીફ શરદ પવારને એક મંચ પર લાવવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે.
ટ્રસ્ટ એ દિવસે પીએમ મોદીને લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરશે, જ્યારે એનસીપીના વડા શરદ પવાર આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ હશે. રોહિત તિલકે જણાવ્યું હતું કે સમારોહમાં જે અગ્રણી લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે તેમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસ, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી સુશીલ કુમાર શિંદે પણ ટ્રસ્ટી તરીકે હાજર રહેશે. ટ્રસ્ટના અધ્યક્ષ દીપક તિલક દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવશે. જે પહેલા હિંદ સ્વરાજ સંઘ તરીકે ઓળખાતું હતું.