Connect Gujarat
દેશ

PM મોદી 2000ની નોટ લાવવાની તરફેણમાં ન હતા, ભૂતપૂર્વ સહાયકનો દાવો..!

મીડિયા રિપોર્ટ્સને અનુસાર આ સમાચાર સામે આવ્યા છે. બીજી તરફ કોંગ્રેસે નૃપેન્દ્ર મિશ્રાના આ નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે

PM મોદી 2000ની નોટ લાવવાની તરફેણમાં ન હતા, ભૂતપૂર્વ સહાયકનો દાવો..!
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી રહી ચૂકેલા નૃપેન્દ્ર મિશ્રા કહ્યું હતું કે 2016માં જ્યારે નોટબંધી થઈ ત્યારે પણ પીએમ મોદી 2000ની નોટ લાવવાના પક્ષમાં ન હતા, કારણ કે તેમને લાગતું હતું કે રોજિંદા વ્યવહારો અનુસાર આ યોગ્ય નથી.

મીડિયા રિપોર્ટ્સને અનુસાર આ સમાચાર સામે આવ્યા છે. બીજી તરફ કોંગ્રેસે નૃપેન્દ્ર મિશ્રાના આ નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે આ માત્ર ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ છે. તમને જણાવી દઈએ કે રિઝર્વ બેંકે ગયા શુક્રવારે એક નોટિફિકેશન બહાર પાડીને 2000ની નોટોને ચલણમાંથી બહાર રાખવાની સૂચના આપી છે.

Next Story