/connect-gujarat/media/post_banners/0e3f284df949f6de310496ef5b2b816175c86bb7d354a229abc131f4662b6651.webp)
ઈસરોએ શનિવારે કહ્યું કે પ્રજ્ઞાન રોવરે તેનું કામ પૂર્ણ કરી લીધું છે. હવે તેને સુરક્ષિત રીતે પાર્ક કરવામાં આવ્યું છે અને સ્લીપ મોડ પર સેટ કરવામાં આવ્યું છે. તેમાંના બંને પેલોડ્સ, APXS અને LIBS હવે બંધ છે. આ પેલોડ્સમાંથી ડેટા લેન્ડર દ્વારા પૃથ્વી પર મોકલવામાં આવ્યો છે. બેટરી પણ સંપૂર્ણરીતે ચાર્જ છે. રોવરને એવી દિશામાં મૂકવામાં આવ્યું છે કે જ્યારે 22 સપ્ટેમ્બર 2023ના રોજ ચંદ્ર પર આગામી સૂર્યોદય થાય ત્યારે સૂર્યનો પ્રકાશ સૌર પેનલ પર પડે. તેનું રિસીવર પણ ચાલુ રાખવામાં આવ્યું છે. આશા છે કે તે 22 સપ્ટેમ્બરે ફરીથી કામ કરવાનું શરૂ કરશે. અગાઉના દિવસે ISROએ કહ્યું હતું કે રોવરે શિવશક્તિ લેન્ડિંગ પોઈન્ટથી 100 મીટરનું અંતર કાપ્યું હતું. લેન્ડર અને રોવર વચ્ચેના અંતરનો ગ્રાફ પણ શેર કરવામાં આવ્યો હતો. વિક્રમ લેન્ડર 23 ઓગસ્ટે ચંદ્ર પર ઉતર્યું હતું. આ અંતર કાપવામાં રોવરને 10 દિવસનો સમય લાગ્યો.