/connect-gujarat/media/post_banners/ccb6fc6322bf75a351d1974b827ad6d141134bdeaf23fe6cd094ae2d999f3223.webp)
અતિક-અશરફની હત્યા બાદ ફરી એકવાર પ્રયાગરાજથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, પ્રયાગરાજના ડેપ્યુટી CMO સુનિલ કુમાર સિંહનો મૃતદેહ સિવિલ લાઈનમાં હોટલ વિઠ્ઠલના રૂમમાંથી મળી આવ્યો હતો. સોમવારે સવારે હોટલના કર્મચારીઓએ સૌપ્રથમ લાશને ફાંસી પર લટકતી જોઈ. આ પછી CMOને બોલાવવામાં આવ્યા હતા. ઈન્ચાર્જ CMO ડૉ.અશોક કુમાર અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પ્રયાગરાજ સિવિલ લાઈનમાં હોટલ વિઠ્ઠલના રૂમમાંથી પ્રયાગરાજના ડેપ્યુટી CMO સુનિલ કુમાર સિંહનો મૃતદેહ મળતા હડકંપ મચી ગયો છે.
લગભગ 10.30 વાગ્યે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હોટલના રૂમ નંબર 106નો દરવાજો માસ્ટર કી વડે ખોલવામાં આવ્યો હતો. ફોરેન્સિક ટીમે રૂમમાંથી પુરાવા એકત્ર કર્યા છે. ડૉ.સુનિલ કુમાર સિંહ મૂળ બનારસના પાંડેપુરના છે. તેઓ પ્રયાગરાજમાં ચેપી રોગો માટે નોડલ ઓફિસર હતા. મૃતદેહની હાલત જોઈને આરોગ્ય વિભાગના અધિકારીઓએ આ આત્મહત્યા નહીં પરંતુ હત્યા હોવાની આશંકા વ્યક્ત કરી છે.