રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આજે મતદાન ચાલી રહ્યું છે ત્યારે ક્રોસ વોટિંગનો જે ડર હતો તે આખરે થયો છે રાજ્યમાં પ્રથમ ક્રોસ વોટિંગ થયું છે. NCPના ધારાસભ્ય કાંધલ જાડેજાએ ક્રોસ વોટિંગ કર્યું છે. કાંધલ જાડેજા NDA ઉમેદવારને મત આપ્યો હોવાનો દાવો કર્યો છે. NCPએ રાષ્ટ્રીય સ્તરે યશવંત સિંહાને સમર્થન આપ્યું છે.
કાંધલ જાડેજા એ કુતિયાણાથી એનસીપીના ધારાસભ્ય છે. તેમણે ક્રોસ વોટિંગ કરતા કહ્યુ કે, હું એ બીજેપીના ઉમેદવારને વોટ આપ્યો છે કોંગ્રેસને ફરી એકવાર NCP ધારાસભ્ય દગો આપ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસ-NCPના ગઠબંધનમાં કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ ફાચર મારી છે. 2022માં કોંગ્રેસ NCP સાથે મળીને ચૂંટણી લડવાની છે, ત્યારે તે પહેલા જ કાંધલે ભાજપને સમર્થન આપ્યુ છે. 2012માં NCP એ ગઠબંધન તોડ્યું હતું અને 2022માં પણ ઝટકો આપ્યો છે. આમ, ગુજરાત કોંગ્રેસના નેતાઓને પોતાનો જ આત્મવિશ્વાસ ભારે પડ્યો છે. જ્યાં કોંગ્રેસનું ગઠબંધન છે એ NCP ના ધારાસભ્યએ જ ક્રોસ વોટિંગ કર્યું છે. ખુદ કાંધલ જાડેજા ક્રોસ વોટિંગનો સ્વીકાર કર્યો છે. એનસીપીના આદેશને અવગણીને આ જાહેરાત તેમણે કરી છે. એનસીપીએ એ કોંગ્રેસનુ સહયોગી દળ છે, ત્યારે કાંધલ જાડેજાનુ ક્રોસ વોટિંગ અનેક સવાલો પેદા કરે છે. જોકે, સાંજ સુધી અન્ય કેટલાક ક્રોસ વોટીંગ થાય તેના પર સૌની નજર છે.