Connect Gujarat
દેશ

મિશન પંજાબ બાદ હવે રાહુલ ગાંધીનું મિશન ગુજરાત; ઓક્ટોબર મહિનામાં આવી શકે છે ગુજરાતની મુલાકાતે

X

રાજ્યમાં 2022માં વિધાનસભા ચૂંટણી આવી રહી છે પણ મુખ્ય વિપક્ષ કોંગ્રેસ સંગઠનની દ્રષ્ટિ એ સ્થિતિ નબળી છે. રાજ્ય કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ પણ ચરમસીમાએ છે ત્યારે હવે રાહુલ ગાંધી પંજાબ બાદ મિશન ગુજરાતમાં જોડાય તેવી શક્યતા છે અને રાહુલ ગાંધી ઓક્ટોબર મહિનામાં ગુજરાત આવે તેવી માહિતી મળી રહી છે.

2022 માં વિધાનસભાની ચૂંટણી છે પણ કોંગ્રેસમાં સંગઠન મજબૂત કરવાનો પડકાર છે. કોંગ્રેસમાં થોડા દિવસ પહેલા સુધી પ્રદેશ અધ્યક્ષ અને વિધાનસભામાં વિપક્ષના નેતા નવા આવે તેવી ચર્ચા હતી.

જોકે હજુ સુધી તેના પર કોઈ નિર્ણય લેવાયો નથી, આ સિવાય કોંગ્રેસના દિગ્ગજ નેતા રાજીવ સાતવ ના નિધન બાદ પ્રભારી પદ પર પણ કોઈની હજુ સુધી વરણી કરવામાં આવી નથી ત્યારે કોંગ્રેસના પેન્ડિંગ કામો વચ્ચે રાહુલ ગાંધીને ઓક્ટોબર મહિનામાં ગુજરાત આવવા માટે સમય માંગવામાં આવ્યો છે.

ઓક્ટોબર મહિનામાં ગુજરાતમાં યોજાનાર સંયોજક બેઠકમાં રાહુલ ગાંધી હાજર રહે તેવી શક્યતા છે ગુજરાતના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે રાજ્યમાં ભાજપ દ્વારા નવા મુખ્યમંત્રીની વરણી બાદથી કોંગ્રેસ ફરીથી આક્રમક મોડમાં આવી છે અને સીએમ પટેલ પર શાબ્દિક પ્રહાર કરવામાં આવી રહ્યા છે.

રાજ્યમાં 2022માં વિધાનસભા ચૂંટણી આવી રહી છે પણ મુખ્ય વિપક્ષ કોંગ્રેસ સંગઠનની દ્રષ્ટિ એ સ્થિતિ નબળી છે. રાજ્ય કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ પણ ચરમસીમાએ છે ત્યારે હવે રાહુલ ગાંધી પંજાબ બાદ મિશન ગુજરાતમાં જોડાય તેવી શક્યતા છે અને રાહુલ ગાંધી ઓક્ટોબર મહિનામાં ગુજરાત આવે તેવી માહિતી મળી રહી છે.

2022 માં વિધાનસભાની ચૂંટણી છે પણ કોંગ્રેસમાં સંગઠન મજબૂત કરવાનો પડકાર છે. કોંગ્રેસમાં થોડા દિવસ પહેલા સુધી પ્રદેશ અધ્યક્ષ અને વિધાનસભામાં વિપક્ષના નેતા નવા આવે તેવી ચર્ચા હતી. જોકે હજુ સુધી તેના પર કોઈ નિર્ણય લેવાયો નથી, આ સિવાય કોંગ્રેસના દિગ્ગજ નેતા રાજીવ સાતવ ના નિધન બાદ પ્રભારી પદ પર પણ કોઈની હજુ સુધી વરણી કરવામાં આવી નથી ત્યારે કોંગ્રેસના પેન્ડિંગ કામો વચ્ચે રાહુલ ગાંધીને ઓક્ટોબર મહિનામાં ગુજરાત આવવા માટે સમય માંગવામાં આવ્યો છે.

Next Story