ઉત્તરાખંડના દહેરાદૂનમાં વરસાદે 74 વર્ષનો રેકોર્ડ તોડ્યો, ચમોલી બદ્રીનાથ નેશનલ હાઈવે બંધ

ઉત્તરાખંડમાં સતત વરસી રહેલા વરસાદે ભારે તબાહી સર્જી છે. જેમાં ભારે વરસાદના પગલે ચમોલી અને આસપાસના વિસ્તારમાં પાણી ભરાયા છે.

New Update
dehradun

ઉત્તરાખંડમાં સતત વરસી રહેલા વરસાદે ભારે તબાહી સર્જી છે. જેમાં ભારે વરસાદના પગલે ચમોલી અને આસપાસના વિસ્તારમાં પાણી ભરાયા છે.

તેમજ ભારે વરસાદને પગલે ચમોલી બદ્રીનાથ નેશનલ હાઇવે પણ આંશિક રીતે બંધ છે. જેમાં રાજધાની દહેરાદૂનમાં વરસાદે 74 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.

જેમાં છેલ્લા 24 કલાકમાં દહેરાદૂનમાં 200 મિલીમીટર વરસાદ નોંધાયો છે. વર્ષ 1951 બાદ દહેરાદૂન ઘાટીમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. દહેરાદૂનના માલદેવતા વાદળ ફાટતા આવેલા પુરમાં અનેક વસ્તુઓ તણાઈ ગઈ છે. જેમાં નદી કિનારે બનેલી પાંચ દુકાનો પણ પાણીમાં વહી ગઈ છે.

ભારે વરસાદના પગલે દહેરાદૂનના નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. જેમાં રાયપુર સ્થિત નદીના અનેક પશુઓ તણાયા છે. જયારે દહેરાદૂનના ટપકેશ્વર મહાદેવ મંદિરમાં પણ પાણીમાં ડૂબ્યું છે. જ્યાં તમસા નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.

લોકો પણ હાલ ઘરમાં રહેવા માટે મજબુર છે. તેમજ નદી કિનારે વસતા લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત હવામાન વિભાગે આજે પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ હલ્દાનીમાં પણ ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે.

રુદ્ર પ્રયાગના ભારે વરસાદની ચેતવણી બાદ કેદારનાથ યાત્રાને આગામી ત્રણ દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે.

હવામાન વિભાગે 12,13 અને 14 ઓગસ્ટના રોજ રુદ્રપ્રયાગ સહિત રાજયના અનેક જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. યાત્રીઓની સુરક્ષાને ધ્યાનના રાખીને 14 ઓગસ્ટ સુધી કેદારનાથ યાત્રાને સ્થગિત કરવામાં આવી છે.

Uttrakhand | Dehradun | Badrinath highway blocked | Heavy Rain 

Latest Stories