/connect-gujarat/media/media_files/2025/04/08/nJvWm4ZRwNd7HjtpfxHC.jpg)
રાજસ્થાનનાં જયપુરમાં વર્ષ 2008માં સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં સ્પેશિયલ કોર્ટે ચાર આરોપીઓને દોષિત જાહેર કર્યા બાદ આજીવન કારાવાસની સજા ફટકારી છે. સ્પેશિયલ કોર્ટે ગત શુક્રવારે આ ચારેય આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા.આ ચારેય આરોપી લાઈવ બોમ્બ કેસમાં સંડોવાયેલા હતા.
સ્પેશિયલ કોર્ટના જજ રમેશ કુમાર જોષીએ સૈફુરહમાન, મોહમ્મદ સૈફ, મોહમ્મદ સરવર આઝમી, અને શાહબાઝ અહમદને જયપુરમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આજીવન કારાવાસની સજા ફટકારી છે. સ્પેશિયલ કોર્ટે જયપુર બોમ્બ બ્લાસ્ટમાં મળી આવેલા લાઈવ બોમ્બ કેસમાં આ ચારેયને આજીવન કારાવાસની સજા ફટકારી છે.
બચાવ પક્ષના વકીલે દલીલ કરી હતી કે, આરોપી 15 વર્ષથી જેલમાં છે. જેમાંથી ત્રણને આઠ કેસોમાં નિર્દોષ જાહેર કરાયા હતા. સ્પેશિયલ કોર્ટે આ દલીલોને ફગાવતા મહત્તમ સજા ફટકારવાનો નિર્ણય લીધો હતો.