કર્ણાટકના બેંગલુરુમાં લોકપ્રિય રામેશ્વરમ કાફેમાં થયેલા બ્લાસ્ટ કેસમાં NIAએ લોકોને મદદ માટે અપીલ કરી છે. વાસ્તવમાં તપાસ એજન્સીએ લોકોને અપીલ કરી છે કે આરોપીઓ સાથે જોડાયેલી કોઈપણ માહિતી મળે કે તરત જ તેની જાણકારી આપે. આ ઉપરાંત એજન્સીએ આરોપીની તસવીર પણ શેર કરી છે.
NIAએ લોકોને અપીલ કરી
તપાસ એજન્સીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લોકોને અપીલ કરતી એક પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં લખ્યું હતું કે, "NIA #RameswaramCafeBlastCase સાથે જોડાયેલા શંકાસ્પદને ઓળખવા માટે નાગરિકોનો સહકાર માંગે છે. કોઈપણ માહિતી માટે 08029510900, 8904241100 અથવા ઈમેલ info.blr.nia@gov.in પર કૉલ કરો. તમારી ઓળખ ગુપ્ત રહેશે."
NIA seeks citizen cooperation in identifying the suspect linked to the #RameswaramCafeBlastCase.
📞 Call 08029510900, 8904241100 or email to info.blr.nia@gov.in with any information.
Your identity will remain confidential. #BengaluruCafeBlast pic.twitter.com/l0KUPnoBZD— NIA India (@NIA_India) March 8, 2024
આરોપીનો વીડિયો શેર કર્યો છે
તપાસ એજન્સી દ્વારા એક્સ પર બ્લાસ્ટના આરોપીઓના બે વીડિયો પણ શેર કરવામાં આવ્યા છે. વીડિયોમાં આરોપી બસ સ્ટેન્ડ પર જોવા મળી રહ્યો છે. જ્યારે બીજો વીડિયો એ બસનો છે જેમાં આરોપીઓ સવાર હતા. વીડિયોની સાથે, તપાસ એજન્સી દ્વારા જારી કરાયેલો પહેલો નંબર 0802 9510 900 અને બીજો નંબર 8904 241 100 છે.