Connect Gujarat
દેશ

રોહિતના ફેને RCBની મજાક ઉડાવતા વિરાટના ફેને કરી નાખી મિત્રની હત્યા.!

તમિલનાડુના અરિયાલુર જિલ્લામાં રોહિત શર્માના પ્રશંસકને વિરાટ અને RCB ટીમની મજાક ઉડાવવી બહરે પડી ગયું હતું.

રોહિતના ફેને RCBની મજાક ઉડાવતા વિરાટના ફેને કરી નાખી મિત્રની હત્યા.!
X

તમિલનાડુના અરિયાલુર જિલ્લામાં રોહિત શર્માના પ્રશંસકને વિરાટ અને RCB ટીમની મજાક ઉડાવવી બહરે પડી ગયું હતું. RCBની મજાક ઉડાવતા ગુસ્સામાં તેના મિત્રએ તેની હત્યા કરી નાખી.

તમિલનાડુના અરિયાલુર જિલ્લાના પોયુર ગામના રહેવાસી વિગ્નેશ અને ધર્મરાજા સારા મિત્રો હતા. બંનેને ક્રિકેટની રમત પસંદ હતી અને બંને ઘણીવાર ક્રિકેટને લગતી બાબતો પર સાથે દલીલો કરતા હતા. વિગ્નેશ રોહિત શર્મા અને મુંબઈ ઈન્ડિયન્સનો ચાહક હતો જ્યારે ધરમરાજ વિરાટ કોહલી અને RCB ટીમનો ચાહક હતો. મંગળવારે રાત્રે પણ બંને સિડકો ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસે ક્રિકેટ પર વાત કરી રહ્યા હતા. બંને નશામાં હતા. ધર્મરાજ બોલતાં બોલતાં ડઘાઈ જતો અને વિઘ્નેશ ઘણી વાર તેની મજાક ઉડાવતો. મંગળવારે પણ વિગ્નેશે ધર્મરાજની સ્ટમરની મજાક ઉડાવી હતી અને RCB ટીમની સાથે વિરાટ કોહલી પર પણ ઘણી ટિપ્પણીઓ કરી હતી. નશામાં ધૂત ધર્મરાજને આ વાત પસંદ ન પડી અને તેણે પોતાના જ મિત્ર પર બોટલ વડે હુમલો કર્યો. આ પછી તેણે ક્રિકેટ બેટથી માથું ફોડી નાખ્યું હતું અને ઘટના સ્થળેથી ચાલ્યો ગયો.

મૃતકની ઓળખ 24 વર્ષીય પી વિગ્નેશ તરીકે થઈ છે. આરોપી તેનો મિત્ર ધર્મરાજ છે, જેની ઉંમર 21 વર્ષ છે. મૃતક વિગ્નેશ ITI પૂર્ણ કર્યા બાદ તેના વિઝાની રાહ જોઈ રહ્યો હતો. આ પછી તેને નોકરી માટે સિંગાપોર જવાનું હતું.

Next Story