Connect Gujarat
દેશ

સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમસિંહ યાદવની તબિયત લથડી, ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલના ICUમાં દાખલ...

ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ સમાજવાદી પાર્ટીના સ્થાપક અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહને રવિવારે ડોક્ટરોએ ICUમાં શિફ્ટ કર્યા હતા.

સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમસિંહ યાદવની તબિયત લથડી, ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલના ICUમાં દાખલ...
X

ઉત્તર પ્રદેશના 3 વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા 83 વર્ષીય મુલાયમસિંહ યાદવની તબિયત લથડી હોવાની માહિતી પર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ લખનૌથી તરત જ નવી દિલ્હી જવા રવાના થઈ ગયા છે. મુલાયમસિંહ યાદવને હાલ મેદાંતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ સમાજવાદી પાર્ટીના સ્થાપક અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહને રવિવારે ડોક્ટરોએ ICUમાં શિફ્ટ કર્યા હતા. મુલાયમસિંહ 22 ઓગસ્ટથી મેદાન્તામાં દાખલ છે, અને ઓન્કોલોજિસ્ટ ડૉ. નીતિન સૂદની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે. ઉત્તર પ્રદેશના 3 વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા 83 વર્ષીય મુલાયમસિંહ યાદવની માહિતી પર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ લખનૌથી તરત જ નવી દિલ્હી જવા રવાના થઈ ગયા છે. લગભગ 4 દાયકાથી ઉત્તર પ્રદેશ સાથે દેશના રાજકારણમાં સક્રિય રહેલા મુલાયમસિંહ યાદવની તબિયત છેલ્લા 3 મહિનાથી બગડી હતી. ત્યારબાદ તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન બિહારના સીએમ નીતિશ કુમાર પણ તેમને મળવા પહોચ્યા હતા.

Next Story