/connect-gujarat/media/post_banners/7ae9190e23457ab82d1fe54637c7fd7c3f3b99df14883bf66cf673482dd02e4b.webp)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા કમર કસવામાં આવી રહી છે. કોંગ્રેસના ઉમેદવારોની યાદીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તા. 19, 20 અને 21 ઓક્ટોબર કોંગ્રેસ સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળશે. જેમાં ઉમેદવારોની પહેલી યાદી પર મહોર લાગશે.
ગુજરાત કોંગ્રેસ સ્ક્રીનિંગ કમિટીની બેઠક દિલ્હીમાં મળશે, ત્યારે દિવાળી પછી કોંગ્રેસના ઉમેદવારોની પહેલી યાદી જાહેર થશે. બેથી ત્રણ તબક્કામાં યાદી જાહેર થશે. કોંગ્રેસના ઉમેદવારોની પસંદગી માટે દિલ્હીમાં બેઠક મળશે.તા. 19, 20, 21 ઓક્ટોબર સ્ક્રિનિંગ કમિટી ની બેઠક દિલ્હીમાં મળશે. સ્ક્રીનિંગ કમિટી બાદ તુરંત સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક મળવાની છે. સીઇસી બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર ફાઇનલ થશે. દિવાળી બાદ કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવાનું આયોજન છે.
બેઠક માટે પ્રભારી રઘુ શર્મા, જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવા દિલ્હી જશે. મિશન-2022 માટે કોંગ્રેસ ગુજરાત ઘમરોળશે. યુવા પરિવર્તન યાત્રાની જેમ યાત્રા યોજાશે. કોંગ્રેસ ગુજરાતમાં 5 યાત્રા યોજાશે. તેની શરૂઆત અમદાવાદ સાબરમતી આશ્રમથી થશે. અલગ અલગ ઝોનમાં સિનિયર નેતાઓ યાત્રાની આગેવાની કરશે. યાત્રા દરમિયાન રોડ-શો, બાઈક રેલી, પદયાત્રા, સભા અને બેઠકો યોજાશે. કેન્દ્રીય નેતાઓ પણ આ યાત્રામાં જોડાશે. દિવાળી બાદ કોંગ્રેસ યાત્રાઓની શરૂઆત કરશે. યુવા પરિવર્તન યાત્રાની તર્જ પર કોંગ્રેસ યાત્રા યોજાશે.